ખળભળાટ@ઉ.ગુજરાત: દૂધસંઘના સૌથી મોટા નેતા વિરૂધ્ધ મહિલાનો આક્રોશ, કરી ચોંકાવનારી રજૂઆત

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા અરવલ્લી જીલ્લામાં એક સરપંચ અને મહિલા વચ્ચેના વાયરલ થયેલા ઓડિયોમાં ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. મહિલા અને સરપંચ વચ્ચેની એક ઓડિયો ક્લિપમાં ડેરી આલમના સૌથી મોટા નેતાનું નામ બંને દ્રારા વારાફરતી ઉચ્ચારવામાં આવે છે. જેમાં મહિલાએ સ્થાનિક સરપંચ મારફત જમીન વેચાણ કરી હતી. આ જમીન સમગ્ર ગુજરાતમાં ડેરી આલમના
 
ખળભળાટ@ઉ.ગુજરાત: દૂધસંઘના સૌથી મોટા નેતા વિરૂધ્ધ મહિલાનો આક્રોશ, કરી ચોંકાવનારી રજૂઆત

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

અરવલ્લી જીલ્લામાં એક સરપંચ અને મહિલા વચ્ચેના વાયરલ થયેલા ઓડિયોમાં ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. મહિલા અને સરપંચ વચ્ચેની એક ઓડિયો ક્લિપમાં ડેરી આલમના સૌથી મોટા નેતાનું નામ બંને દ્રારા વારાફરતી ઉચ્ચારવામાં આવે છે. જેમાં મહિલાએ સ્થાનિક સરપંચ મારફત જમીન વેચાણ કરી હતી. આ જમીન સમગ્ર ગુજરાતમાં ડેરી આલમના સૌથી મોટા નેતાના પુત્રએ ખરીદી હતી. આ જમીન ખરીદ-વેચાણના સમયગાળા દરમ્યાન કંઇક એવી અનેક ઘટનાઓ બની ગઇ હતી. જેના અંતે મહિલાએ ભારે આક્રોશમાં આવીને સનસનીખેજ આક્ષેપો સાથેની રજૂઆત કરી દેતાં સમગ્ર વિગતોનો ઘટસ્ફોટ થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના સહકારી એવા ડેરી સંઘના દિગ્ગજ નેતા વિરૂધ્ધ એક મહિલાએ રજૂઆત કરી છે. જેની વિગતો મેળવતાં મહિલાની જમીન સ્થાનિક ઇસમ અને તેના પુત્રએ બળજબરીપુર્વક દૂધસંઘના દિગ્ગજ નેતાના પુત્રને અપાવવા દબાણ કર્યુ હતુ. જમીનના ખરીદ-વેચાણ દરમ્યાન કે પછી બંને વચ્ચે પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. જમીન વેચાણના નાણાં પુરતાં મળ્યાં ન હોવાને લઇ મહિલાએ સરપંચ અને તેના પુત્રને વાત કરતાં દિગ્ગજ સહકારી નેતા અને તેના પુત્રનો પરીચય વધુ થયો હતો. જેમાં દિગ્ગજ નેતા અને તેના પુત્ર જ્યારે આ તરફ સરપંચ અને તેના પુત્રએ મહિલાના દિકરાને નોકરી અપાવશું કહી બીજી જમીન આપવા જણાવ્યુ હોવાનું મહિલાની આક્ષેપવાળી અરજીને આધારે સામે આવ્યુ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મહિલાએ માત્ર જમીન વેચાણ કરી અને તેના નાણાં નહીં મળ્યાં તે પુરતી રજૂઆત કરી નથી. કુલ ચાર ઇસમોએ મરજી વિરૂધ્ધ દારૂ પિવડાવી વારંવાર દુષ્કર્મ આચર્યુ હોવાનો ગંભીર આરોપી મુકતાં હડકંપ મચી ગયો છે. પોલીસ વિભાગમાં અરજી થતાં વિષયની બંને બાજુનો અભ્યાસ કરી હાલ જાણવાજોગ આધારે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. આ તરફ ફરીયાદ દાખલ કરવા તલપાપડ મહિલાએ આખરે હાઇકોર્ટમાં રજૂઆત કરતાં સમગ્ર મામલો દૂધસંઘના નેતાના ગૃહ જીલ્લામાં ચકચાર મચાવી રહ્યો છે.

ગત 4 સપ્ટેમ્બરે મહિલા સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચી હોવાનું પણ જણાવી રહી છે

રજૂઆતમાં જણાવ્યા મુજબ ગત 4 સપ્ટેમ્બરને શનિવારે બપોરના સમયે મહિલા તેના પુત્ર સાથે સ્થાનિક પોલીસ સ્ટેશને પહોંચી હતી. જ્યાં મોડા સુધી રોકાઇ ફરીયાદ દાખલ કરાવવા મથી રહેલી મહિલાએ એ પણ જણાવ્યું છે કે, સરપંચ ત્યાં દોડી આવ્યા હતા. જેના પુરાવા માટે સીસીટીવી કેમેરા જાળવી રાખવાની પણ વિનંતી કરતાં અનેક સવાલો ઉભા થયા છે. આ પછી મહિલાએ અચાનક સીધા એસપીને ફોન કરી વિગતો જણાવી માર્ગદર્શન મેળવવા પ્રયાસ કર્યો હતો.

મહિલા વિરૂધ્ધ થયા ચોક્કસ ઇરાદો હોવાના આક્ષેપ

આ તરફ જે દિગ્ગજ નેતા વિરૂધ્ધ મહિલાએ આક્ષેપ કર્યા છે તેઓની પાસેથી વિગતો મેળવતાં કંઇક અલગ બાબત સામે આવી છે. દિગ્ગજ સહકારી નેતાએ જણાવ્યું હતુ કે, આક્ષેપ તદ્દન ખોટાં છે. હું ક્યારેય તે મહિલાને મળ્યો નથી. હા એક વાત સાચી કે, જમીન મારા પુત્રએ ખરીદી છે અને તે જમીન પણ સ્થાનિક સરપંચને વાવેતર માટે આપી છે. હકીકતે મહિલાને સ્થાનિક દૂધમંડળીમાં સત્તા લેવી હોઇ ખોટાં આક્ષેપોવાળી રજૂઆત કરી છે.