ખળભળાટ@પાટણ: કોરોનાકાળે ચેપનો મહાવિસ્ફોટ, એકસાથે 64 કેસ, સિધ્ધપુર ફરી હોટસ્પોટ

અટલ સમાચાર, પાટણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હોઇ આજે પાટણ જીલ્લામાં સૌપ્રથમવાર 64 કેસ સાથે કોરોના ચેપનો મહાવિસ્ફોટ થયો છે. આજે જીલ્લામાં સૌથી વધુ કેસ માત્ર સિધ્ધપુરમાં 32 આવતાં ચોંકાવનારી સ્થિતિ ઉભી થઇ છે. જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટને કારણે સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું હોઇ અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અને માસ્ક નહીં પહેરવાને કારણે દરરોજ
 
ખળભળાટ@પાટણ: કોરોનાકાળે ચેપનો મહાવિસ્ફોટ, એકસાથે 64 કેસ, સિધ્ધપુર ફરી હોટસ્પોટ

અટલ સમાચાર, પાટણ

કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હોઇ આજે પાટણ જીલ્લામાં સૌપ્રથમવાર 64 કેસ સાથે કોરોના ચેપનો મહાવિસ્ફોટ થયો છે. આજે જીલ્લામાં સૌથી વધુ કેસ માત્ર સિધ્ધપુરમાં 32 આવતાં ચોંકાવનારી સ્થિતિ ઉભી થઇ છે. જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટને કારણે સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું હોઇ અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અને માસ્ક નહીં પહેરવાને કારણે દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આ તરફ આજે ફરી એકવાર સિધ્ધપુર હોટસ્પોટ સાબિત થયું હોય તેમ કુલ 64 કેસના અડધોઅડધ એટલે કે 32 કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.

ખળભળાટ@પાટણ: કોરોનાકાળે ચેપનો મહાવિસ્ફોટ, એકસાથે 64 કેસ, સિધ્ધપુર ફરી હોટસ્પોટ

પાટણ જીલ્લામાં હવે કોરોનાએ ગતિ પકડી હોય તેમ આજે સૌપ્રથમવાર 64 કેસ સામે આવતાં હડકંપ મચી ગયો છે. કાત્યોકના મેળા પહેલાં સિધ્ધપુરમાં આજે એકસાથે નવા 32 કેસ નોંધાતાં ચકચાર મચી ગઇ છે. આજે સિધ્ધપુર શહેરમાં એકસાથે 25 કેસ, કાકોશી-મુડાણામાં 1-1 કેસ અને તાલુકાના સુજાણપુરમાં 4 કેસ નોંધાયા છે. આ સાથે પાટણ શહેરમાં 7, કુણઘેરમાં 2 અને બાલીસણામાં 3 કેસ નોંધાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કાત્યોકનો મેળો રદ્દ કર્યો હોવા છતાં પણ લોકો તર્પણ વિધિ કરવા આવતાં હોવાથી અને ક્યાંકને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનો ભંગને કારણે દરરોજ નવા કેસો ઉમેરાઇ રહ્યા છે. આજે રાધનપુર શહેરમાં 6 કેસ, તાલુકાના સુબાપુરા, સાતુન અને પોરાણામાં 1-1, ચાણસ્મા શહેરમાં 2, તાલુકાના ઇસ્લામપુરામાં 2, જાખાના, લણવા અને ચવેલીમાં 1-1, હારીજ શહેરમાં 2 અને રોડામાં 1 અને સરસ્વતી તાલુકાના બેપાદર ગામે 1 મળી જીલ્લામાં નવા 64 કેસ ઉમેરાયા છે.