ખળભળાટ@ઊંઝા: 6.60 કરોડનો જીરૂ સહિતનો માલ ખરીદી પૈસા ન આપ્યાં, છેતરપિંડીની ઘટના

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા ઊંઝામાં એક વેપારીને બે ઇસમોએ વૈપારીક સંબંધો કેળવી કરોડોની કિંમતનો માલ ખરીદ્યો હતો. શરૂઆતમાં માલ ખરીદીના પૈસા જમા કરાવ્યાં બાદ વેપાર મોટી રકમમાં થવા માંડ્યો હતો. આ દરમ્યાન પાંચ મહિનામાં અધધધ… 13.94 કરોડથી પણ વધુનુ ખરીદ-વેચાણ થયુ હતુ. જેમાં 6 કરોડથી પણ વધુ રકમ ચુકવવામાં વિલંબ થતો હોઇ ઊંઝાના વેપારી
 
ખળભળાટ@ઊંઝા: 6.60 કરોડનો જીરૂ સહિતનો માલ ખરીદી પૈસા ન આપ્યાં, છેતરપિંડીની ઘટના

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

ઊંઝામાં એક વેપારીને બે ઇસમોએ વૈપારીક સંબંધો કેળવી કરોડોની કિંમતનો માલ ખરીદ્યો હતો. શરૂઆતમાં માલ ખરીદીના પૈસા જમા કરાવ્યાં બાદ વેપાર મોટી રકમમાં થવા માંડ્યો હતો. આ દરમ્યાન પાંચ મહિનામાં અધધધ… 13.94 કરોડથી પણ વધુનુ ખરીદ-વેચાણ થયુ હતુ. જેમાં 6 કરોડથી પણ વધુ રકમ ચુકવવામાં વિલંબ થતો હોઇ ઊંઝાના વેપારી મુંઝવણમાં મુકાયા હતા. આથી પોલીસને છેતરપિંડીની અરજી આપી તપાસની માંગ કરી હતી. જેને લઇ પોલીસે તપાસ કરતાં આખરે જીરૂ સહિતના વેપાર પેટે લેવાની થતી 6.60 કરોડની રકમ છેતરપિંડી કરી નહીં ચુકવ્યાંનો ગુનો દાખલ થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના ઊંઝાના વેપારી આલમને લઇ ફરી એકવાર ચોંકાવનારી ઘટના સામે આવી છે. જીરૂ અને વરીયાળી સહિત કૃષિ ઉપજના દૈનિક કરોડોની કિંમતના ખરીદ-વેચાણમાં ખળભળાટ કરતી ઘટના બની છે. ઊંઝાના વેપારી કલ્પીશ દશરથભાઇ પટેલ સિધ્ધઇમ્પેક્ષ નામથી પેઢી ધરાવે છે. જેમાં જીરૂ, વરીયાળી, સુવા અને કપાસિયા ખોળ વગેરેનો વેપાર કરે છે. આ વેપાર દરમ્યાન ઓળખીતાં દ્રારા સુરતના બે વેપારી સાથે પરિચય થયો હતો. જેથી વેપારી સંબંધમાં શરૂઆતમાં લાખો અને પછી કરોડોનો વેપાર કરવા લાગ્યા હતા. જોકે સુરતના બંને વેપારી ઇસમોએ સરેરાશ 14 કરોડનો માલ ખરીદી માત્ર 7.33 કરોડ જ ચુકવ્યાં હતા.

ખળભળાટ@ઊંઝા: 6.60 કરોડનો જીરૂ સહિતનો માલ ખરીદી પૈસા ન આપ્યાં, છેતરપિંડીની ઘટના
File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઊંઝાના વેપારીએ બાકી રકમની સતત ઉઘરાણી કરતાં સુરતના જીગ્નેશભાઇ જરીવાલા અને ધવલ પટેલ કાન દેતાં ન હતા. આથી ઊંઝાના વેપારી કલ્પીશ પટેલે ઊંઝા પોલીસ મથકે અરજી આપી હતી. જેની પ્રાથમિક તપાસને અંતે ઊંઝા પોલીસ મથકે 6.60 કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ થતાં હડકંપ મચી ગયો છે. એક વેપારી પાસેથી માલ ખરીદીને બીજા વેપારીઓએ કરોડોની કિંમતનો ચૂનો લગાવ્યો હોવાની ફરીયાદ દાખલ થતાં ઊંઝા બજાર આલમમાં ચકચાર મચી ગઇ છે. કલ્પીશ પટેલે બંને ઇસમો વિરૂધ્ધ ફરીયાદ આપતાં ઊંઝા પોલીસે આઇપીસી 406, 420, 120 B, 506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.