આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ચાણસ્મા

ચાણસ્મા તાલુકાના ગામે બપોરે વેપારીના ઘર ઉપર ટોળાએ રીતસર પથ્થરમારો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઠક્કર વેપારી અને રાવળ વ્યક્તિ વચ્ચે સવારે થયેલી બબાલ અચાનક બપોરે રૌદ્ર સ્વરૂપે બહાર આવી હતી. ઘટનાના વિડિયો વાયરલ થતાં ખતરનાક દ્રશ્યો જોવા મળ્યા છે. લોકડાઉનમાં ગુટખા અને તમાકુની બાબતે કારણે ગામમાં મોટો કોલાહલ મચી ગયો છે. સમગ્ર મામલે વેપારીએ ચાર વ્યક્તિ વિરુદ્ધ ચાણસ્મા પોલીસ મથકે રજૂઆત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામે ચકચારી ઘટના બની હતી. ગામનાં રસિકભાઇ ઠક્કર કરિયાણાનો વેપાર કરે છે. જેમાં ગુટખા બાબતે ગામના જ રાવળ વ્યક્તિએ બાતમી આપી હોવાની આશંકા કરી હતી. આથી બંને વચ્ચે સવારે રકઝક થઈ હોવાની ગામમાં ચર્ચા છે. આ પછી રાવળ સહિત અન્ય સમાજના લોકોનું ટોળું એકઠું થયું હતું. જેમાં રસિક ઠક્કરના ઘર ઉપર રીતસર ધોકા અને પથ્થરમારો કર્યો હતો. ઘરની જાળી ઉપર મહિલા સહિતના ધડાધડ પથ્થરો ફેંકતા દરમ્યાન વિડિયો ઉતારી લીધો હતો. આ સમગ્ર ઘટનાના ફોટા અને વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે.

આ તરફ વેપારી રસિક ઠક્કરે ગામના જ રાવળ નેમા અંબાભાઇ, અંબાભાઇ નિહાભાઇ, ગોવિંદ નિહા સહિત ચાર વિરુદ્ધ ચાણસ્મા પોલીસ મથકે રજૂઆત ફરિયાદ આપી છે. જેમાં રાવળના ચાર વ્યક્તિઓએ દુકાનમાં ઘુસી માર મારવા અને રોકડ રકમ લઇ જવા સહિતની વિગતો રજૂ કરી છે. ઘટનાને પગલે ગુટખા અને તમાકું લોકડાઉનમાં ઝગડો થવાનું નિમિત્ત બનતી હોવાનું મનાય છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code