ખળભળાટ@દિયોદર: ચોંકાવનારો કિસ્સો, ખોટાં કાગળ બનાવી પત્નિ છુટ્ટાછેડાં લઇ બીજાને પરણી

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર કોરોનાકાળ વચ્ચે દિયોદર પંથકમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામાજીક જીવનમાં ભાગ્યે જ આવી ઘટના બનતી હોઇ પંથકમાં ખળભળાટ મચી ગયો છે. પંથકની પરીણિત મહિલાએ તેના પતિની જાણ બહાર ખોટી સહી કરી છુટ્ટાછેડાંનો લેખ બનાવ્યો હતો. જે બાદમાં નોટરી કરાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી અન્ય યુવક સાથે લગ્ન કરી
 
ખળભળાટ@દિયોદર: ચોંકાવનારો કિસ્સો, ખોટાં કાગળ બનાવી પત્નિ છુટ્ટાછેડાં લઇ બીજાને પરણી

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

કોરોનાકાળ વચ્ચે દિયોદર પંથકમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામાજીક જીવનમાં ભાગ્યે જ આવી ઘટના બનતી હોઇ પંથકમાં ખળભળાટ મચી ગયો છે. પંથકની પરીણિત મહિલાએ તેના પતિની જાણ બહાર ખોટી સહી કરી છુટ્ટાછેડાંનો લેખ બનાવ્યો હતો. જે બાદમાં નોટરી કરાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા હતા. જે બાદમાં સમગ્ર ઘટનાની જાણ ફરીયાદીને થતાં તેઓના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. જેમાં ફરીયાદી યુવકે પત્નિ અને તેની સાથે લગ્ન કરનાર ઇસમ, નોટરી અને સાક્ષી સામે પોલીસ ફરીયાદ નોંધાવતાં હડકંપ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના ફોરણા ગામના યુવક સાથે ચોંકાવનારી ઘટના બની છે. ફોરણાના વિક્રમભાઇ ચૌધરીના લગ્ન ત્રણેક વર્ષ અગાઉ કાંકરેજના ખોડા ગામના કાળાભાઇ ચૌધરીની દીકરી મોઘીબેન સાથે થયા હતા. જે બાદમાં ગત 21-12-2020ના રોજ તેમની પત્નિ મોઘીબેન પોતાના પિયરે ગઇ હતી. આ તરફ 22-12-2020ના રોજ વિક્રમભાઇ દિયોદર આવતાં તેમની પત્નિને જોતાં તું ક્યારે ઘરે આવે છે તેવુ પુછ્યુ હતુ. જોકે તેમની પત્નિએ કહેલ કે, મારા તારી સાથે છુટ્ટાછેડાં થઇ ગયેલાં છે અને હવે હુ તમારા ઘરે ક્યારેય આવવાની નથી. આ સાથે મારા લગ્ન દિયોદરના ચૌધરી ભરતભાઇ સાથે થયેલા છે.

ખળભળાટ@દિયોદર: ચોંકાવનારો કિસ્સો, ખોટાં કાગળ બનાવી પત્નિ છુટ્ટાછેડાં લઇ બીજાને પરણી
File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પત્નિએ આવું કહેતાં વિક્રમભાઇના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. જેથી તપાસ કરતાં તેમની પત્નિને તેમની ગેરહાજરીમાં બધા ડોક્યુમેન્ટ મેળવી છુટ્ટાછેડાંનો લેખ કરાવી નોટરી કરાવી હતી. જોકે નોટરી કરતી વખતે પણ તેઓ હાજર ન હોવા છતાં એડવોકેટે નોટરી કરી હોવાનું ખુલ્યુ હતુ. આ સાથે ભાભરના ઢેકવાડીના પ્રતાપજી ઠાકોરે પણ સાક્ષીમાં સહી કરી હોઇ તમામ સાથે વિક્રમભાઇએ પોલીસ ફરીયાદ નોંધાવી છે. જેમાં ખોટાં સ્ટેમ્પ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હોવાથી પોલીસે તમામ સામે આઇપીસી કલમ 465, 467, 468, 471, 494, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. મોઘીબેન કાળાભાઇ કાનજીભાઇ ચૌધરી, ગામ-ખોડા, તા.કાંકરેજ, જી.બનાસકાંઠા
  2. ભરતભાઇ મેઘાભાઇ ચૌધરી, ગામ-છાપરા, તા.દિયોદર, જી.બનાસકાંઠા
  3. આર.કે.બારોટ, એડવોકેટ, થરા, ગામ-રૂણી, તા.કાંકરેજ, જી.બનાસકાંઠા
  4. પ્રતાપભાઇ બી.ઠાકોર, ગામ-ધેનકવડી, તા.ભાભર, જી.બનાસકાંઠા