ખળભળાટ@લાંઘણજ: LCBએ મધરાત્રે ખેતરમાંથી 23.74 લાખનો દારૂ ઝડપ્યો, 3 સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, પ્રિયકાન્ત શ્રીમાળી કોરોનાકાળ વચ્ચે મહેસાણા LCBએ ખેતરમાં સંતાડેલો 23.74 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગઇકાલે મોડીરાત્રે LCB PI સહિતની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, તાલુકાના ગામમાં રાજસ્થાનથી દારૂ લાવી સંતાડેલો છે. જેથી તાત્કાલિક રેઇડ કરતાં 2 ઇસમોને કુલ 25.93 લાખના મુદ્દામાલ સાથે ઝડપી
 
ખળભળાટ@લાંઘણજ: LCBએ મધરાત્રે ખેતરમાંથી 23.74 લાખનો દારૂ ઝડપ્યો, 3 સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, પ્રિયકાન્ત શ્રીમાળી

કોરોનાકાળ વચ્ચે મહેસાણા LCBએ ખેતરમાં સંતાડેલો 23.74 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગઇકાલે મોડીરાત્રે LCB PI સહિતની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, તાલુકાના ગામમાં રાજસ્થાનથી દારૂ લાવી સંતાડેલો છે. જેથી તાત્કાલિક રેઇડ કરતાં 2 ઇસમોને કુલ 25.93 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ સાથે અન્ય એક ઇસમ ફરાર હોઇ 3 આરોપીઓ સામે લાંઘણજ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ખળભળાટ@લાંઘણજ: LCBએ મધરાત્રે ખેતરમાંથી 23.74 લાખનો દારૂ ઝડપ્યો, 3 સામે FIR

મહેસાણા જીલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલે જીલ્લામાં પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા હુકમ કરેલ છે. જે અનુસંધાને LCB PI બી.એચ.રાઠોડ, PSI વાય.કે.ઝાલા, ASI દિનેશભાઇ, રામજીભાઇ, HC નરેશભાઇ, રમેશભાઇ PC ઉસ્માનખાન અને વિષ્ણુભાઇ સહિતનો સ્ટાફ લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન બાતમી મળી હતી કે, મુદરડાં ગામની સીમમાં આવેલ ઠાંકોર મંગાજીના સામળીયા કુવાવાળા આંટામાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડેલ છે.

ખળભળાટ@લાંઘણજ: LCBએ મધરાત્રે ખેતરમાંથી 23.74 લાખનો દારૂ ઝડપ્યો, 3 સામે FIR

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ચોક્કસ બાતમી હોઇ LCBએ રેઇડ કરતાં સ્થળ પરથી બે ઇસમોને ઝડપી લીધા હતા. જે બાદમાં તપાસ કરતાં વિદેશી દારૂની પેટીઓ નંગ-518 કિ.રૂ.23,74,488નો દારૂ મળી આવ્યો હતો. આ સાથે પીકઅપ ડાલું કિ.રૂ.2,00,000, મોટર સાયકલ કિ.રૂ.15,000, મોબાઇલ ફોન 4,000 મળી કુલ કિ.રૂ.25,93,488નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે રાજસ્થાનથી દારૂ લાવનાર ઇસમ હાજર મળ્યો ન હોઇ કુલ ત્રણ લોકો સામે લાંઘણજ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે. પોલીસે તમામ ઇસમો સામે પ્રોહી એક્ટ કલમ 65-A, 65(e), 116-B, 81, 83, 98(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ રહ્યાં આરોપીઓના નામ

  1. ઠાકોર મંગાજી કેશાજી, ગામ-મુદરડાં, તા.જોટાણા, જી.મહેસાણા
  2. ભાવેશ દલારામ માજીરાણા ભીલ, રહે.ખારા, તા.સાંચોર, જી.જાલોર (રાજસ્થાન)
  3. (વોન્ટેડ આરોપી) પુનમારામ શ્રીરામ બિશ્નોઇ, રહે.કરડા, તા.ભીનમાલ, જી.જાલોર (રાજસ્થાન)