આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ સ્થિત યુનિવર્સિટીની કારોબારી બેઠકમાં સીલબંધ કવરમાં રજૂ થયેલો તપાસ અહેવાલ વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. ધારપુર મેડીકલ કોલેજના 3 વિદ્યાર્થીઓની પરીક્ષામાં સેટીંગ થયાનો ઘટસ્ફોટ થતાં દોડધામ મચી ગઇ છે. એક વિદ્યાર્થીએ કરેલી રજૂઆત બાદ 2 સભ્યોએ કરેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં પાટણના 2 અને પાલનપુરના 1 સહિત કુલ 3 વિદ્યાર્થીઓના MBBSના પ્રથમ વર્ષના 6 પેપરમાં મોટી ગેરરીતિ સામે આવી છે. ત્રણેય વિદ્યાર્થીઓનું ગજું ઉત્તરવહી બદલાવી શકાય તેટલું ન હોઇ કૌભાંડમાં સ્થાનિક નેતાઓ સાથે સંબંધો પણ બહાર આવી રહ્યા છે. તપાસ રીપોર્ટ બાદ કાર્યવાહીનો મામલો અધ્ધરતાલ રહ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્રારા વર્ષ-2018/19 દરમ્યાન MBBSની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં કેટલાંક વિદ્યાર્થીઓને પુન:મુલ્યાંકનના ઓથાં હેઠળ સારૂ પરિણામ આપવાનું સેટીંગ થયાનો ખુલાસો થયો છે. અગાઉ બરોડાના એક વિદ્યાર્થીએ ધારપુર મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે પુન:મુલ્યાંકનમાં કૌભાંડની રજૂઆત કરી હતી. જે બાદમાં EC સભ્ય હરેશ ચૌધરી અને મહેસાણાના પ્રોફેસર જે.કે.પટેલને તપાસ સોંપવામાં આવી હતી. તપાસ રીપોર્ટ બુધવારે કારોબારી સમિતિમાં રજૂ કર્યા બાદ ખળભળાટ મચી ગયો છે. કુલ 3 વિદ્યાર્થીઓની ઉત્તરવહી બદલી પુન:મુલ્યાંકનમાં ધરખમ માર્કસ આપી દઇ કૌભાંડ કર્યાનું સામે આવ્યુ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાટણ અને પાલનપુરના 3 વિદ્યાર્થીઓના પરિણામમાં સેટીંગ થયાનું તપાસ રીપોર્ટ આધારે સામે આવ્યુ છે. આ ત્રણેય વિદ્યાર્થીઓની પહોંચ ઉત્તરવહીમાં ઉથલપાથલ કરાવવા સુધીની ન હોવાથી નેતાઓ સાથેના સંબંધો વાયરલ થઇ રહ્યા છે. રોલ નંબર 391, 392 અને 406 ધરાવતાં પરીમલ પટેલ, પાર્થ મહેશ્વરી, હર્ષ કોડીયાતર બાબતે ગંભીર ગેરરીતિનો ઘટસ્ફોટ થતાં ત્રણેય વિદ્યાર્થીઓનું તબીબી ભવિષ્ય અધ્ધરતાલ બન્યુ છે. તપાસ રીપોર્ટ રજૂ થયા બાદ વિદ્યાર્થીઓના નિવેદનો અને પરિણામ તૈયાર કરનાર ટીમ સહિતના નિવેદનો લીધા બાદ કાર્યવાહી સામે આવશે. તપાસ રીપોર્ટને પગલે આજે મળનારી કારોબારી સમિતીની બેઠક કોઇ કારણોસર રદ્દ કરી દેવામાં આવી છે. આ સાથે ત્રણેય વિદ્યાર્થીઓના સંબંધો સ્થાનિક નેતાઓ સાથે હોવાથી પાટણ અને પાલનપુરમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code