ખળભળાટ@પાટણ: લાંચમાં ઝડપાયેલ મહિલા તલાટીના જામીન નામંજૂર, જેલમાં જશે

અટલ સમાચાર, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી) કોરોના મહામારી વચ્ચે ગત દિવસોએ સરસ્વતી તાલુકાના ભુતિયાવાસણા ગામના મહિલા તલાટી ACBમાં પકડાયા હતા. જે બાદમાં પાટણની મુખ્ય સેશન્સ કોર્ટે મહિલા તલાટીના રેગ્યુલર જામીન નામંજૂર કરતાં તેઓ હાલ સુજનીપુર સબજેલમાં બંધ છે. નોંધનિય છે કે, મહિલા તલાટીએ ગામના લાભાર્થીઓ પાસેથી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભ અપાવવા 51,000ની લાંચ માંગી હતી.
 
ખળભળાટ@પાટણ: લાંચમાં ઝડપાયેલ મહિલા તલાટીના જામીન નામંજૂર, જેલમાં જશે

અટલ સમાચાર, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી)

કોરોના મહામારી વચ્ચે ગત દિવસોએ સરસ્વતી તાલુકાના ભુતિયાવાસણા ગામના મહિલા તલાટી ACBમાં પકડાયા હતા. જે બાદમાં પાટણની મુખ્ય સેશન્સ કોર્ટે મહિલા તલાટીના રેગ્યુલર જામીન નામંજૂર કરતાં તેઓ હાલ સુજનીપુર સબજેલમાં બંધ છે. નોંધનિય છે કે, મહિલા તલાટીએ ગામના લાભાર્થીઓ પાસેથી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભ અપાવવા 51,000ની લાંચ માંગી હતી. જેમાં પાટણ ACBના પીઆઇ જે.પી.સોલંકીએ ટ્રેપ ગોઠવી રંગેહાથે લાંચ સ્વિકારતા ઝડપી પાડ્યા હતા. જે બાદમાં હાલ આ કેસની તપાસ પાલનપુર ACB પીઆઇ કરી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ખળભળાટ@પાટણ: લાંચમાં ઝડપાયેલ મહિલા તલાટીના જામીન નામંજૂર, જેલમાં જશે

પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના ભુતિયાવાસણા ગામના મહિલા તલાટી ગત દિવસોએ લાંચ લેતાં આબાદ ઝડપાયા હતા. મહિલા તલાટી દિપાલીબેન હરગોવિંદભાઇ પટેલે ભુતિયાવાસણામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ અપાવવા યેનકેન પ્રકારે એક લાભાર્થી દીઠ 3,000 એમ 17 લાભાર્થીના મળી કુલ 51,000ની લાંચ માંગી હતી. જે બાદ પાટણ ACBના P.I જે.પી.સોલંકીએ સફળ ટ્રેપ કરી તેમને ઝડપી પાડ્યા હતા. જે બાદમાં મહિલા તલાટી સામે પાટણ ACB પો.સ્ટે.ગુ.ર.નં.05/2020 ભ્ર.નિ.અધિનિયમ સને 1988(સુધારો-2018)ની કલમ 7, 13(1)(અ) તથા 13(2) મુજબનો ગુન્હો દાખલ થયો હતો.

ખળભળાટ@પાટણ: લાંચમાં ઝડપાયેલ મહિલા તલાટીના જામીન નામંજૂર, જેલમાં જશે

આ દરમ્યાન સમગ્ર કેસની તપાસ એન.એ.ચૌધરી, પોલીસ ઇન્સપેક્ટર ACB પાલનપુરએ હાથ ધરી 22-09-2020ના રોજ મહિલા તલાટીની અટકાયત કરી એક દિવસના રીમાન્ડ મેળવી 23-09-2020ના રોજ કોર્ટ કસ્ટડીમાં મોકલી આપેલ હતા. આ તરફ મહિલા તલાટી દિપાલીબેન દ્રારા રેગ્યુલર જામીન અરજી નં.614/2020ની મુખ્ય સેશન્સ કોર્ટમાં દાખલ કરાઇ હતી. જે તા.29-09-2020ના રોજ ચાલી જતાં સરકારી વકીલની દલીલો તથા સોગંદનામાના મુખ્ય મુદ્દાઓ 17 લાભાર્થીઓના નાણાં લીધેલ જે મુખ્ય સાહેદોની સહી બાકી છે. આ સાથે આરોપીએ વધાસરના એક લાભાર્થી દીઠ 5,000 લીધેલનું રેકોર્ડીંગ હોઇ કોર્ટે રેગ્યુલર જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો. મહિલા તલાટી દીપાલીબેન હાલ સુજનીપુર સબજેલમાં બંધ છે.