આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, સતલાસણા(મનોજ ઠાકોર)

કોરોના કહેર વચ્ચે સતલાસણ નજીક તારંગાના જંગલોમાંથી એકસાથે ત્રણ લાશો મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. જંગલ વિસ્તારમાંથી સરેરાશ 23 વર્ષિય યુવક, 22 વર્ષિય યુવતિ અને 3 વર્ષિય બાળકનો મૃતદેહ મળી આવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ઘટનાને લઇ ગ્રામજનો સહિત આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ તરફ સ્થાનિક પોલીસને જાણ થતાં સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના સતલાસણા પંથકના તારંગાના જંગલોમાંથી ત્રણ લાશ મળી આવી હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. સ્થાનિકોના મત મુજબ મૃતકોમાં જાગૃતિ અને ધવલ પ્રેમીપંખીડા હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. કોઇ કારણસર બંનેએ 3 વર્ષના બાળક સાથે આત્મહત્યા કરી લેતાં પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે. ઘટનાની જાણ થતાં આસપાસના રહીશો સહિતના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, મૃતક યુવક અને યુવતિ એક જ સમાજ છે. જેમાં બંને પ્રેમસંબંધ અથવા અન્ય કોઇ રીતે એકબીજાના ગાઢ પરીચયમાં હોઇ શકે છે. આ ત્રણેયએ આત્મહત્યા કરી કે પછી હત્યા થઇ હોવાને લઇ પંથકમાં અનેક શંકા-કુશંકા લગત ચર્ચાઓને વેગ મળ્યો છે. તારંગાના જંગલોમાંથી બાળક સહિત ત્રણ લાશ મળી આવતાં હડકંપ મચી ગયો છે. ઘટનાને લઇ સતલાસણા પોલીસે મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

04 Aug 2020, 7:34 AM (GMT)

COVID-19 Global Stats

18,451,042 Total Cases
697,289 Death Cases
11,682,473 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code