ખળભળાટ@વિસનગર: સફરજનની આડમાં લઇ જવાતો 14 લાખનો દારૂ ઝડપાયો

અટલ સમાચાર, વિસનગર(મનોજ ઠાકોર) કોરોના મહામારી વચ્ચે વિસનગર તાલુકા પોલીસે સફરજનની આડમાં લઇ જવાતો 14 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. તાલુકા પોલીસે બાતમી આધારે ભાન્ડુ હાઇવે પરની ધરતી સતી હોટલ પાસેથી આઇસરની તલાશી લેતાં ચોંકી ઉઠી હતી. આઇસરમાં ભરેલી સફરજનની પેટીઓની આડમાં વિદેશી દારૂની પેટેઓ નંગ-253 જેની કિં.રૂ. 14 લાખ સાથે પોલીસે 1 ઇસમની અટકાયત
 
ખળભળાટ@વિસનગર: સફરજનની આડમાં લઇ જવાતો 14 લાખનો દારૂ ઝડપાયો

અટલ સમાચાર, વિસનગર(મનોજ ઠાકોર)

કોરોના મહામારી વચ્ચે વિસનગર તાલુકા પોલીસે સફરજનની આડમાં લઇ જવાતો 14 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. તાલુકા પોલીસે બાતમી આધારે ભાન્ડુ હાઇવે પરની ધરતી સતી હોટલ પાસેથી આઇસરની તલાશી લેતાં ચોંકી ઉઠી હતી. આઇસરમાં ભરેલી સફરજનની પેટીઓની આડમાં વિદેશી દારૂની પેટેઓ નંગ-253 જેની કિં.રૂ. 14 લાખ સાથે પોલીસે 1 ઇસમની અટકાયત કરી છે. કાર્યવાહી દરમ્યાન પોલીસે કુલ કિ.રૂ.30,64,200નો મુદ્દામાલ ઝડપી પાડતાં ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાના ભાન્ડુ હાઇવે પરની એક હોટલ પાસેથી પોલીસે દારૂ ભરેલું આઇસર ઝડપી પાડ્યુ છે. વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઇ. પી.કે.પ્રજાપતિ, પી.એસ.આઇ.ડી.આર.રાઠોડ અને સ્ટાફ પ્રોહીબીશનને લગત કાર્યવાહીમાં હતા. આ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે પોલીસે ભાન્ડુ હાઇવે પર આવેલી ધરતી સતી હોટલ ઉપર સફરજન ભરેલા આઇસરની તલાશી લીધી હતી. જેમાંથી પોલીસે અલગ-અલગ બ્રાન્ડની વિદશી દારૂ અને બિયરની બોટલો ઝડપી પાડી હતી.

ખળભળાટ@વિસનગર: સફરજનની આડમાં લઇ જવાતો 14 લાખનો દારૂ ઝડપાયો

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, વિસનગર તાલુકા પોલીસે રૂ.14 લાખનો દારૂ ઝડપી પાડતાં પંથકના બુટલેગરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. પોલીસે કાર્યવાહી દરમ્યાન વિદેશી દારૂની પેટીઓ તથા બિયરની પેટીઓ નંગ-253, વિદેશી દારૂની બોટલો નંગ-4042 ,બિયરના ટીન નંગ-192 કુલ બોટલો તથા બીયર ટીન નંગ-4234 કુલ કિ.રૂ. 14,60,200 નો ઝડપી પાડ્યો છે. આ સાથે સફરજનની પેટીઓ નંગ-200 કિ.રૂ.1,00,000, મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂ.4,000, આઇસરની કિ.રૂ.15,00,000 મળી કુલ કિ.રૂ.30,64,200નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે ઝડપાયેલ ઇસમ અને દારૂ ભરાવનારા ઇસમ સામે પ્રોહી એક્ટની કલમ 65-A,65(e),116-B,91,98(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.