આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, વડગામ

વડગામ તાલુકાની સહકાર મંડળીના આર્થિક હાલતની સૌથી ગંભીર સ્થિતિ બતાવતી ઘટનાનો ઘટસ્ફોટ થયો છે. તત્કાલીન પ્રમુખ અને મંત્રી વિરુદ્ધ કાયમી અને હંગામી મળી કરોડો રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાઇ છે. ખોટા નામે ધિરાણ ઉધારી, થાપણ સામે થાપણની ખોટી લોન ઉધારી, બોગસ થાપણ રસીદ આપીને દોઢ કરોડથી વધુની ઉચાપત કરી હોવાનો ગુનો દાખલ થયો છે. જિલ્લા રજીસ્ટ્રારના હુકમ આધારે મંત્રીએ ધી સરસ્વતી શરાફી મંડળીના તત્કાલીન પ્રમુખ અને મંત્રી વિરુદ્ધ વડગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા પોલીસ મથકે ચોંકાવનારી ફરિયાદ નોંધાઇ છે. જેમાં ધી સરસ્વતી શરાફી સહકારી મંડળીને સૌથી મોટો આર્થિક ફટકો પડ્યો હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2012 થી વર્ષ 2017 દરમ્યાન મંત્રી અને પ્રમુખ રહેલાએ કાયમી અને હંગામી રકમની ઉચાપત કરી હોવાની ફરિયાદ થતાં ખળભળાટ મચી ગયો છે.

મંડળીના રીઓડીટમાં કુલ 5 સભ્યએ જમા થાપણ સામે લોન લીધી નથી છતાં તત્કાલીન મંત્રી રણજીતસિંહ સરદારસિંહ દેવડાએ થાપણ સામે લોન ઉધારી હતી. આ સાથે બાંધી મુદ્દતના થાપણની ખોટી રસીદો આપી નાણાંકીય ગેરરીતી આચરી હતી. જેમાં રૂપિયા 1,38,19,000ની કાયમી અને રૂપિયા 29,17,326ની હંગામી મળી કુલ 1,67,36,326 ની નાણાકીય ઉચાપત કર્યાની ફરિયાદ દાખલ થઈ છે. ગત તા. 1 એપ્રિલ 2012 થી 31 માર્ચ 2017 સુધીના ઓડીટ સમયમાં ગરબડ સામે આવી છે. મંત્રીએ કર્જ ધિરાણમાં ખોટા કાગળો ઉભા કરી ધિરાણ ઉધાર્યુ હતું તો સામે ખોટી લોન ઉધારવામાં અને બનાવટી થાપણ રસીદો ઇસ્યુ કરી હતી. તત્કાલીન મંત્રીએ પોતાના અંગત ઉપયોગમાં નાણાં વાપરી દીધા હોવાનું ફરિયાદમા લખાવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતું કે, મંડળીના રિઓડીટ દરમ્યાન ચેરમેન તરીકે જવાનસિંહ બદાજી વાઘેલાની ફરજ હતી. મંડળીના પેટાનિયમ (35એ) માં જણાવ્યાં પ્રમાણે ચેરમેન ફરજ છે કે પગારદારદારો ઉપર સામાન્ય દેખરેખ અને અંકુશ રાખવો. જે બાબતે મંડળીમાં કરવામાં આવેલ ધિરાણના નાણાં એકાઉન્ટ પે ચેક થી ચુકવવાના છતાં મંત્રીએ બેરર ચેક ઇશ્યુ કર્યો હતો. આથી મંડળીના તત્કાલીન ચેરમેન જવાનસિંહ વાધેલાએ ફરજો અદા કરવામાં બેદરકારી દાખવી હોવાનું ધ્યાને લેવામાં આવ્યું છે. આથી સરકારના કૃષિ અને સહકાર વિભાગના ઠરાવ મુજબ બનાસકાંઠા જિલ્લા રજીસ્ટ્રારે ધી સરસ્વતી શરાફી સહકારી મંડળીના મંત્રીને ફરિયાદનો આદેશ કર્યો હતો. જેના આધારે મંડળીના હાલના મંત્રી પ્રતાપસિંહ પરમારે વડગામ પોલીસ સ્ટેશને બંને ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આથી પોલીસે આઇપીસી 408, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code