ખંભાત: એક જ વિસ્તારના 7 પોઝિટીવ કેસ સામે આવતા તંત્રમાં ખળભળાટ

અટલ સમાચાર,ડેસ્ક આણંદના ખંભાતમાં એકજ વિસ્તારના 7 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. તમામ પોઝિટીવ કેસના દર્દીઓ એકજ પરિવારના હોવાનું સામે આવ્યું છે. અગાઉ કેતન રાણા નામના વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા તેમના કારણે પરિવારના કુલ 12 સભ્યો અત્યાર સુધીમાં કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. ઉલ્લેખનિય છે કે કુલ 17 કેસ પૈકી 12 કેસ ખંભાત વિસ્તારના
 
ખંભાત: એક જ વિસ્તારના 7 પોઝિટીવ કેસ સામે આવતા તંત્રમાં ખળભળાટ

અટલ સમાચાર,ડેસ્ક

આણંદના ખંભાતમાં એકજ વિસ્તારના 7 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. તમામ પોઝિટીવ કેસના દર્દીઓ એકજ પરિવારના હોવાનું સામે આવ્યું છે. અગાઉ કેતન રાણા નામના વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા તેમના કારણે પરિવારના કુલ 12 સભ્યો અત્યાર સુધીમાં કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. ઉલ્લેખનિય છે કે કુલ 17 કેસ પૈકી 12 કેસ ખંભાત વિસ્તારના હોવાનું જ સામે આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ખંભાતમાં આ અગાઉ કેતન રાણા નામના વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા તેમના કારણે પરિવારના કુલ 12 સભ્યો અત્યાર સુધીમાં કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. ઉલ્લેખનિય છે કે કુલ 17 કેસ પૈકી 12 કેસ ખંભાત વિસ્તારના હોવાનું જ સામે આવ્યું છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 695 થઈ ગઈ છે. અમદાવાદમાં સૌથી વધુ 404 પોઝિટિવ કેસ નોંધાયા છે. અને અમદાવાદમાં બેના મોત થવાને કારણે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 30 પર પહોંચ્યો છે. આ માહિતી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી હતી.

ગુજરાતમાં કોરોના પોઝિટિવના દર્દીઓમાં 56 નોંધાયા જેમાં અમદાવાદમાં સૌથી વધુ 42 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં પોઝિટિવ કેસોનો આંકડો 695 કેસ થયા છે. આજે કોરોનાના કારણે બે દર્દીના મોત થયા છે. જેમાં વડોદરામાં 14 વર્ષીય બાળકી અને સુરતમાં 45 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે.