આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ગાંધીનગર

સાબરકાંઠામાં ચાર મહિના પહેલા ઢુંઢરના 14માસની દિકરી પર સીમમાં ફેક્ટરીમાં કામ કરતા બિન ગુજરાતી દ્વારા રેપ કરાતા ભારેલા અગ્ની જેવી સ્થીતી સર્જાઇ હતી. રોષે ભરાયેલા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ફરી ગુજરાતની બહેન દિકરીઓ પર આવી ઘટના ન બને તે માટે પરપ્રાંતિયોને ટાર્ગેટ કરી ગુજરાતનું હિત ઇચ્છવા રસ્તા પર ઉતર્યા હતા ત્યારે રાજ્ય સરકાર દ્વારા આશ્વાસન આપી આરોપી પરપ્રાંતિયને 2 માસમાં ફાંસીની સજા અપાશે તેવી જાહેરાત કરાઇ હતી. જો કે ચાર માસ બાદ પણ ન્યાય મળ્યો નથી. ત્યારે 13 ફેબ્રુઆરી 2019ના ઢુંઢર પિડિત દિકરીના પરિવાર અને અગ્રણીઓ સીએમને મળવા પહોચ્યા હતા. જો કે સીએમ દ્વારા મળવાનો સમય અપાયો ન હતો અને બળજબરી કરી પિડિત પરિવાર સહિત અગ્રણીઓની અટકાયત કરાતા ક્ષત્રિય સમાજ ફરી રોષે ભરાયો છે.

ઢુંઢર પ્રકરણમાં પિડિતા 14 માસની દિકરી સાથે તેના માતા પિતા, ચેતન ઠાકોર, ગોવિંદજી ઠાકોર તથા ઠાકોર સેના અને હિંમતનગરના સામાજિક આગેવાનોની 50 માણસોની બુધવારે અટકાયત કરવામાં આવી હતી. ગાંધીનગરમાં સીએમને રજુઆત કરવા જતા હતા તે પહેલા જ ગેટ નં.1 પાસેથી જ પ્રવેશ નહી આપી અટકાયત કરી લેવાઇ હતી. સવારે 10 કલાકથી બે વાગ્યા સુધી બેસાડી રાખ્યા હતા અને છેલ્લે સીએમ સાથે મુલાકાત નહી કરી શકો તેમ કહી દેવાયું હતું. જેથી પિડિત પરિવાર ન્યાય માટે મળવા આજીજી કરતુ રહ્યુ છતાં અટકાયત કરી લેવાઇ હતી. બુધવારે બપોરે 2 કલાકે અટકાયત કરી અને અજ્ઞાત સ્થળે લઇ જવાયા હતા.

નોધનીય છે કે, હિંમતનગર નજીકના ઢુંઢર ગામે 28-09-18ના ક્ષત્રિય સમાજની એક 14 માસની માસુમ દિકરી પર રેપની ઘટના બનતા ક્ષત્રીય સમાજ ભારે રોષે ભરાયો હતો. ત્યારે ગુજરાત સરકારે બે મહિનામાં પરપ્રાંતિય આરોપીને ફાંસીની સજા કરાવવાનું આશ્વાસન આપ્યુ હતું છતાં પણ ચાર મહિના જેટલો સમય થવા છતાં પીડિત પરિવારને અને ક્ષત્રિય સમાજને ન્યાય ન મળતા આજે રજુઆત કરવા  પરિવાર અગ્રણીઓ સાથે ગાંધીનગર ગયા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code