ખળભળાટ@સાંતલપુર: ત્રણ ગામ સાથે તલાટીએ કરી બનાવટ, લાખોની ઉચાપત

અટલ સમાચાર, પાટણ સાંતલપુર તાલુકાના ત્રણ ગામના લોકો સાથે બનાવટ થઈ હોવાનું સામે આવ્યું છે. નાણાંપંચની લાખો રૂપિયાની રકમ સરપંચ અને તલાટીએ ઉપાડી લેતાં પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ડીડીઓના આદેશથી શરૂ થયેલી તપાસમાં નાણાંકીય ઉચાપત થયાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. આગામી બે-ત્રણ દિવસમાં અહેવાલ તૈયાર કર્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.
 
ખળભળાટ@સાંતલપુર: ત્રણ ગામ સાથે તલાટીએ કરી બનાવટ, લાખોની ઉચાપત

અટલ સમાચાર, પાટણ

સાંતલપુર તાલુકાના ત્રણ ગામના લોકો સાથે બનાવટ થઈ હોવાનું સામે આવ્યું છે. નાણાંપંચની લાખો રૂપિયાની રકમ સરપંચ અને તલાટીએ ઉપાડી લેતાં પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ડીડીઓના આદેશથી શરૂ થયેલી તપાસમાં નાણાંકીય ઉચાપત થયાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. આગામી બે-ત્રણ દિવસમાં અહેવાલ તૈયાર કર્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝેકડા, ગઢા અને ઝંડાલા ગામે નાણાંકીય ઉથલપાથલ મચી છે. આશંકા અને રજૂઆત આધારે 14મા નાણાંપંચની ઉચાપત મામલે તપાસ ચાલી રહી છે. જેનો અટલ સમાચાર ડોટ કોમ દ્વારા પ્રથમ રિપોર્ટ પ્રસિદ્ધ કર્યા બાદ સનસનીખેજ વિગતો સામે આવી છે. તાલુકા પંચાયતનો તપાસ રિપોર્ટ આવી રહ્યો છે ત્યારે ત્રણ ગામના લોકો સાથે સૌથી મોટી બનાવટ થઈ છે. ત્રણેય ગામના વિકાસ કામોની લાખોની રકમ સરપંચ અને તલાટીની સહીથી ઉપડી ગઇ છે. જેમાં વધુ આશંકા તલાટી સુરેશ રાવળ સામે થઈ રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

સૂત્રોએ જણાવ્યું હતું કે, ત્રણેય ગામોને સરકારે 14 માં નાણાંપંચ હેઠળ ગ્રાન્ટ મળી હતી. જેમાં સત્તા ધરાવતાં તલાટી અને ત્રણેય ગામના સરપંચે રકમનું બારોબારીયુ કર્યું હોવાનું સામે આવતાં ચકચાર મચી ગઇ છે. તપાસને અંતે તલાટી અને સંબંધિત સામે કાર્યવાહી કરવા રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.