ખેડબ્રહ્માઃચોર નીકળ્યા સવાયા, પોલીસ સ્ટેશનમાં જપ્ત કરેલ ટ્રેક્ટરોની બેટરી ચોરાઈ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા તાલુકાના સાબરમતી નદીના પટ પાસે પરમીટ વગર રેતીની ચોરી કરતા 3 ટ્રેક્ટર ગત દિવસોએ ઝડપી પાડી ખેડબ્રહ્મા પોલીસને સોપવામાં આવ્યાં હતા. ત્યારબાદ ટ્રેક્ટર માલિક દ્વારા રુપિયા એકનો 42,000 હજાર જેટલો દંડ ભરી પાવતી તેમજ ટ્રેક્ટર છોડવાના કાગળો લઇને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન હાજર થયા હતા. જ્યાં માલુમ પડ્યું કે પોલીસ સ્ટેશનમાં રહેલ
 
ખેડબ્રહ્માઃચોર નીકળ્યા સવાયા, પોલીસ સ્ટેશનમાં જપ્ત કરેલ ટ્રેક્ટરોની બેટરી ચોરાઈ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા તાલુકાના સાબરમતી નદીના પટ પાસે પરમીટ વગર રેતીની ચોરી કરતા 3 ટ્રેક્ટર ગત દિવસોએ ઝડપી પાડી ખેડબ્રહ્મા પોલીસને સોપવામાં આવ્યાં હતા. ત્યારબાદ ટ્રેક્ટર માલિક દ્વારા રુપિયા એકનો 42,000 હજાર જેટલો દંડ ભરી પાવતી તેમજ ટ્રેક્ટર છોડવાના કાગળો લઇને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન હાજર થયા હતા. જ્યાં માલુમ પડ્યું કે પોલીસ સ્ટેશનમાં રહેલ પોતાના ટ્રેક્ટરની બેટરી હાજર નથી. જેથી તેઓએ આ બાબતે રજૂઆત કરવા છતાં પોલીસ સ્ટેશનમાં કોઈ સાંભળવા તૈયાર નથી. તમામ પ્રયાસો બાદ યોગ્ય જવાબ ન મળતા ટ્રેક્ટર માલિકે લેખિતમાં રજૂઆત કરી છે.

ખેડબ્રહ્મા શહેર ખાણ-ખનીજ વિભાગ દ્વારા સોંપવામાં આવેલા ત્રણ ટ્રેક્ટર બેટરી ચોરાઈ છે. ખેડબ્રહ્મા શહેરના પોલીસે કબ્જે લીધેલા ટ્રેક્ટરની બેટરી ચોરાતા પ્રજાની સંપત્તિ સલામત હોવાના ધજીયા ઉડી રહ્યા છે. ખેડબ્રહ્મા શહેર પીએસઆઇ પી.પી.વાઘેલા આદેશ પછી પણ મુદ્દામાલ છોડવાના કાગળો મળ્યા નથી.  પોલીસે મુદ્દામાલ તરીકે ખાણ ખનીજ વિભાગ દ્વારા સોપવામાં આવેલા કાગળો શહેર પોલીસ ગુમ થયાં છે તેવું જણાતા માલિકે લેખિતમાં ફરિયાદ આપી છે. તો હવે સલામતી ક્યાં ગોતવી એવો એક પ્રશ્ન પ્રજા ચર્ચામાં છે.