આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ખેડબ્રહ્મા

સાબરકાંઠાના ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં દારૂનું વેચાણ અટકાવવા માટે પોલીસની ભારે મથામણ વચ્ચે દારૂની હેરાફેરી યથાવત છે. ફરી એકવાર વિજીલન્સની ટીમે મટોડા નજીકથી બાતમીને આધારે 1.11 લાખનો દારૂ ઝડપી પાડતા બુટલેગરોમાં દોડધામ મચી ગઇ છે. રાજયમાં દારૂબંધી હોવા છતાં રાજસ્થાનથી આયાત કરવાનું ચાલુ છે.

ખેડબ્રહ્મા નજીક અસામાજીક તત્વો દારૂના ધંધાથી લાખો કરોડોની કમાણી કરતા પોલીસ માટે ચક્રવ્યુહની સ્થિતિ બની છે. અગાઉની જેમ ફરી એકવાર સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના મટોડા પાસે પીપોદરાની સીમમાંથી વિજીલન્સની ટીમે ખેડબ્રહ્મા પોલીસને ઉંધતી ઝડપી પાડી વિદેશી દારૂનો જથ્થો મોટી માત્રામાં પકડી પાડયો હતો. પોલીસે સરેરાશ ૧,૧૧,૦૦૦ના દારૂ સાથે કુલ 3.50 લાખનો મુદ્દામાલ ઝડપી પાડતા પંથકના બુટલેગરોમાં દોડધામ શરૂ થઇ ગઇ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code