આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

નવા વર્ષની ઉજવણી દરમ્યાન ખેડબ્રહ્મા પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં પાંચ જેટલા લોકોને દારૂ પીધેલી હાલતમાં અટકાયત કરી હતી. ખેડબ્રહ્મા પોલીસે બસ સ્ટેશન વિસ્તારમાંથી એક વ્યક્તિ સાથે બીજા ચાર લોકોની પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે પોલીસે એક વોગ્સવેગન કાર ઓ એક મારૂતિ કાર કબજે કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મામાં નવા વર્ષને આવકારવા ઠેર-ઠેર કાર્યક્રમો યોજાયા હતા. આ દરમ્યાન પીધેલા લોકોને ઝડપી પાડવા પોલીસે પેટ્રોલીંગ વધાર્યુ હતુ. પોલીસે બસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ દરમ્યાન પાંચ ઇસમો વિરુદ્ધ પાસ પરમિટ વગર દારૂ પીધેલી હાલતમાં પકડી ગુન્હા નોધ્યા હતા. ખેડબ્રહ્મા પોલીસે વોગ્સવેગનમાંથી પંચાલ કમલેશભાઇ નારાયણભાઇ(રહે.ખેડબ્રહ્મા) નશાની હાલતમાં હોઇ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ખેડબ્રહ્મા પોલીસે આ સાથે આગિયા તરફથી એક મારૂતિ કાર આવતી હોવાથી તેને અટકાવી હતી. જેમાં તપાસ કરતા અંદર બેઠેલા મુકેશભાઇ વાલાભાઇ પ્રજાપતિ, દિનેશભાઇ રામાભાઇ પ્રજાપતિ, કમલેશભાઇ ડાહ્યાભાઇ પ્રજાપતિ અને નરેન્દ્રભાઇ કોદરભાઇ પ્રજાપતિ તમામ રહે. જૂની પોસ્ટ ઓફીસ પાસે, વડાલી પીધેલી હાલતમાં હતા. જેથી ચારેયની અટકાયત કરી અને મારૂતિ ગાડી કબજે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code