આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા તાલુકાની ગ્રેવિટી ધ સ્કૂલ ઓફ સાયન્સ ધોરણ – ૧૦ માં ૯૫% પરિણામ સાથે ખેડબ્રહ્મા તાલુકામાં મોખરે રહી તાલુકાનું નામ રોશન કર્યુ છે. શાહ હેત્વી હિરેનકુમારે ૯૮.૬૭% પર્સન્ટાઈલ રેન્ક સાથે શાળામાં પ્રથમ અને કેન્દ્રમાં બીજો નંબર મેળવી શાળા અને પરિવારની કીર્તિમાં વધારો કર્યો છે.

વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોના પુરુષાર્થથી ૩૪ પાસ થયેલ વિદ્યાર્થીઓમાંથી ૧૮ વિદ્યાર્થી ૯૦% થી ઉપર/ પર્સન્ટાઈલ રેન્ક મેળવી અને ૨૬ વિદ્યાર્થી ૭૫% થી ઉપર/ પર્સન્ટાઈલ રેન્ક મેળવી શાળા તેમજ ખેડબ્રહ્મા તાલુકામાં નામ રોશન કરેલ છે. ઉત્તમ પરિણામ બદલ શાળા પરિવારે બધા જ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code