આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મામાં ગુરૂવારે મોડી સાંજે એક બાઇક અને કાર વચ્ચ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘાયલોને સારવાર અર્થે જનરલ હોસ્પિટલ લવાયા હતા. પરંતુ બાઇકસવારને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેને તાત્કાલિક જનરલ હોસ્પિટલથી હિંમતનગર રીફર કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ ઉપર જઇ વધુ તપાસ હાથ ધરી હતી.

ખેડબ્રહ્માના શ્યામનગર પાસે ગુરૂવારે સાંજે ગાંડુ ગામના લાલાભાઇ બાબુભાઇ ઠાકોર પોતાનું બાઇક લઇ ખેડબ્રહ્માથી ગાંડુ ગામ જઇ રહયા હતા. તે દરમ્યાન કારચાલકે પુરઝડપે ગાડી હંકારી સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે બાઇકસવાર લાલાભાઇ બાબુભાઇ ઠાકોરે ગંભીર ઇજાઓ થતા તેમને હિંમતનગર રીફર કરાયા છે.

add bjp

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code