આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

આજે અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળ્યાં છે. ખેડબ્રહ્મામાં પણ ભવ્ય રથયાત્રા નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભકતો જોડાયા હતા.

ખેડબ્રહ્મામાં ઠાકોર મંદિર ટ્રસ્ટ સંચાલિત રાધાકૃષ્ણ મંદિરમાંથી આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. જેમા સવારે ભગવાનની પૂજા કરવામાં આવી ત્યાર બાદ મંદિર પર ધજા ચડાવવામાં આવી હતી. સવારે ભગવાનને શુશોભીત રથમાં બિરાજમાન કરી નગરચાર્યએ નીકળ્યા હતા.

રથયાત્રાના રૂટમાં ભાવિક ભક્તો દ્વારા ચા-નાસ્તો, છાશ, આઈસ્ક્રીમ તથા સિવિલ રોડના વેપારીઓ દ્વારા શુદ્ધ ઘીનો શીરો પીરસવામાં આવ્યો હતો.આયોજકો દ્વારા રથયાત્રાના માર્ગમાં ફણગાવેલા મગ અને જામ્બુનો પ્રસાદ આપવામાં આવ્યો રથયાત્રા સાથે નાસીક ઢોલ, શણગારેલા ઉંટ, ઘોડા અને ટ્રેક્ટર પણ જોડાયા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code