આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ખેડબ્રહ્મા, રમેશ વૈષ્ણવ

ખેડબ્રહ્માના ઇન્દિરાનગરમાં આવેલ ખુલ્લી જમીનમાં બાંધકામનો વિવાદ ચાલે છે. જેમાં સવારે ટ્રેક્ટર ચાલક રેતી ઠાલવવા આવ્યો તે દરમ્યાન વિજળીના થાંભલાને જોરદાર ટકકર મારી દીધી હતી. જેનાથી થાંભલો તુટીને બાજુના મકાન નજીક પડતા પરિવાર સહિત બાળકો અને સ્થાનિકોનો સદનસીબે બચાવ થયો હતો. થાંભલો એટલો જોરથી પટકાયો હતો કે, અવાજને કારણે આજુ બાજુના હેબતાઇ ગયા હતા.

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં આવેલા ઇન્દિરાનગરમાં હમણા એક મહિના પહેલા જ નવિન વીજપોલ નાંખવામાં આવ્યો હતો. જેની બાજુમાં આવેલ પડતર જગ્યામાં નવિન મકાન બનતુ હોવાથી રેતી મંગાવવામાં આવી હતી. જોકે, રેતી ભરી આવતા ટ્રેક્ટર ચાલકે ગફલતભરી રીતે હંકારીને થાંભલાને ટકકર મારી પાડી દીધો હતો. ટ્રેક્ટરની ટકકરથી વીજપોલ બાજુના ઘર નજીક પડતા ત્યાં રહેતા વિધવા મહિલા સહિત પરિવારનો આબાદ બચાવ થયો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, થાંભલો તુટયો તે દરમ્યાન બાળકોની અવર-જવર ન હોઇ સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. ટ્રેક્ટર ચાલકની બેદરકારીને કારણે સરકારી સંપત્તિને નુકશાન થવા સાથે નજીકના રહીશોમાં નારાજગી વધી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code