ખેડબ્રહ્મા: હિંગટીયા ગામે ડમ્પરે 6 વર્ષના બાળકને અડફેટે લેતા કરૂણ મોત

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્મા તાલુકાના હિંગટીયા ગામે ગુરુવાર સાંજના સમયે બેફામ સ્પીડે આવતા ડમ્પર નીચે 6 વર્ષનું બાળક આવી જતા મોત નીપજ્યું હતું. હિંગટીયા ગામમાં લગ્નનો વરઘોડો હોઈ કપુરભાઈ નવાભાઈ પરઘીનો દીકરો રાજુ ઉ.વ.6 વરઘોડામા ગયો હતો. વરઘોડામાંથી પરત ફરતી વખતે એક ડમ્પર ચાલકે ગફલતભરી રીતે હંકારી તેને અડફેટે લેતા તેનું કરૂણ મોત નિપજયુ
 
ખેડબ્રહ્મા: હિંગટીયા ગામે ડમ્પરે 6 વર્ષના બાળકને અડફેટે લેતા કરૂણ મોત

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા તાલુકાના હિંગટીયા ગામે ગુરુવાર સાંજના સમયે બેફામ સ્પીડે આવતા ડમ્પર નીચે 6 વર્ષનું બાળક આવી જતા મોત નીપજ્યું હતું. હિંગટીયા ગામમાં લગ્નનો વરઘોડો હોઈ કપુરભાઈ નવાભાઈ પરઘીનો દીકરો રાજુ ઉ.વ.6 વરઘોડામા ગયો હતો. વરઘોડામાંથી પરત ફરતી વખતે એક ડમ્પર ચાલકે ગફલતભરી રીતે હંકારી તેને અડફેટે લેતા તેનું કરૂણ મોત નિપજયુ હતુ.

હિંગટીયા ગામના કપુરભાઇ નવાભાઇ પરઘીનો ૬ વર્ષીય દિકરો ગામમાં વરઘોડો હોવાથી જોવા ગયો હતો. પર મોડી સાંજે વરઘોડો જોઇ પરત ફરતી વખતે તેને કાળ ભરખી જતા ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. ઘટનાને લઇ ગ્રામજનોએ અંબાજી હાઇવે બંધ કરી દીધો હતો. જેને લઇ ખેડબ્રહ્મા, ખેરોજ અને પોશીના પોલીસ ઘ્વારા પ્રયત્ન કરતા મોડી રાતે રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.

ગામ લોકોનો આક્ષેપ છે કે, હાઈવે પર બેફામ દોડતા ડમ્પર પર પોલીસ કે તંત્ર ઘ્વારા કોઈ કાર્યવાહી કરવામાં કેમ આવતી નથી ? જોકે પોલીસે ઘટનાની ગંભીરતાને લઇ આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.