ખેડબ્રહ્મા: શહેર તેમજ તાલુકામાં મતદાતા જાગૃતિ રેલી યોજાઇ
અટલ સમાચાર,ખેડબ્રહ્મા સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે સ્વી૫ નોડલ અઘિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાઘિકારી સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા તાલુકાના પ્રાથમિક શિક્ષકો મારફત મતદાતા જાગૃતિ બાઇક રેલી યોજવામાં આવી હતી. રેલીને તાલુકા પંચાયત ખેડબ્રહ્માથી ડીપીઇઓ અને માન્ય મામલતદારે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતુ. આ રેલી ઘ્વારા સમાજમાં મેસેજ આ૫વાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે દરેક યોગ્યતા પ્રાપ્ત વ્યકિત
                                          Mar 16, 2019, 16:29 IST
                                            
                                        
                                     
 અટલ સમાચાર,ખેડબ્રહ્મા
સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે સ્વી૫ નોડલ અઘિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાઘિકારી સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા તાલુકાના પ્રાથમિક શિક્ષકો મારફત મતદાતા જાગૃતિ બાઇક રેલી યોજવામાં આવી હતી. રેલીને તાલુકા પંચાયત ખેડબ્રહ્માથી ડીપીઇઓ અને માન્ય મામલતદારે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતુ. આ રેલી ઘ્વારા સમાજમાં મેસેજ આ૫વાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે દરેક યોગ્યતા પ્રાપ્ત વ્યકિત મતદાન કરે અને મતદાતા જાગૃત બની કોઇપણ લોભ-લાલચ, પ્રલોભનમાં આવ્યા વગર નૈતિક મતદાન કરે. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાઘિકારી અને બીઆરસી પિયુષ જોષી હાજર રહી સમગ્ર આયોજન કર્યુ હતુ.

