ખેડબ્રહ્માઃ આર્ટસ અને કોમર્સ કોલેજમાં વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ડી.ડી.ઠાકર આર્ટસ અને કોમર્સ કોલેજમાં ખેડબ્રહ્માના રાષ્ટ્રી સેવા યોજના વિભાગ તથા જીવન વિજ્ઞા પ્રેક્ષા ધ્યાન કેન્દ્ર, ખેડબ્રહ્માના સંયુક્ત ઉપક્રમે તા-27 -12-2019 ને શુક્રવારના રોજ નૈતિક શિક્ષણ અને વ્યસન મુક્તિ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જીવન વિજ્ઞાન પ્રેક્ષા ધ્યાન કેન્દ્ર, ખેડબ્રહ્માના આચાર્ય મહાશ્રમણજીના સુશિષ્યા શ્રમણી નિર્દેશિકા કમલપ્રજ્ઞાજી,
 
ખેડબ્રહ્માઃ આર્ટસ અને કોમર્સ કોલેજમાં વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ડી.ડી.ઠાકર આર્ટસ અને કોમર્સ કોલેજમાં ખેડબ્રહ્માના રાષ્ટ્રી સેવા યોજના વિભાગ તથા જીવન વિજ્ઞા પ્રેક્ષા ધ્યાન કેન્દ્ર, ખેડબ્રહ્માના સંયુક્ત ઉપક્રમે તા-27 -12-2019 ને શુક્રવારના રોજ નૈતિક શિક્ષણ અને વ્યસન મુક્તિ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જીવન વિજ્ઞાન પ્રેક્ષા ધ્યાન કેન્દ્ર, ખેડબ્રહ્માના આચાર્ય મહાશ્રમણજીના સુશિષ્યા શ્રમણી નિર્દેશિકા કમલપ્રજ્ઞાજી, અતિથિ વિશેષ સ્થાને શ્રમણી સુમનપ્રજ્ઞાજી, શંકરલાલ શાહ તથા અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટના સહમંત્રી હરિહર પાઠક વગેરે ઇપસ્થિત રહ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

આ પ્રસંગને અનુરૂપ આજના સમયમાં જીવનલક્ષી નૈતિક મૂલ્યોનું મહત્વ તથા વ્યસન મુક્તિ જેવા વિષય ઉપર પોતાનું પ્રેરણાસભર પ્રવચન આપ્યું હતું. કોલેજના આચાર્ય એન.ડી.પટેલ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમમાં કોલેજના અધ્યાપકો, નોનટીચિંગ સ્ટાફ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડો.કે.ડી.પટેલ તથા આભાર દર્શન ડો.જે.એસ.રાઠવા દ્રારા કરવામાં આવ્યું હતું.