આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા તાલુકાના પાંચમહુડા ગામની કોલેજીયન યુવતીની મૃત હાલતમાં લાશ મળી આવ્યા બાદ આદિવાસીઓમાં ઉભો થયેલો આક્રોશ તબકકાવાર વધી રહયો છે. પોલીસે મૃતક યુવતીને આત્મહત્યામાં ખપાવતા પરિવાર અને સંબંધીઓ લાલઘુમ બન્યા છે. ચોકકસ કારણોસર પોતાની દિકરીની હત્યા થઇ હોવાનું કહી પરિવારજનોએ ખેડબ્રહ્મા પ્રાન્ત કચેરીએ ન્યાયની માંગ સાથે મુદાસર આવેદનપત્ર રજુ કર્યુ હતુ. 23 દિવસ વિતી ગયા છતાં યુવતીના અંતિમ સંસ્કાર થયા ન હોવાથી તંત્ર પણ હરકતમાં આવ્યુ છે.

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના પાંચમહુડા ગામની યુવતીનું શંકાસ્પદ મોત મામલે પોલીસ તપાસ સામે પરિવારજનોએ સવાલો ઉભા કરતા આદીવાસી પંથકમાં માહોલ ગરમાયો છે. 23 દિવસથી અંતિમ સંસ્કાર વગર પડેલી લાશ સામે પરિવારે પોતાની દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હોવા સહિતની ઉગ્ર દલીલ બાદ ખેડબ્રહ્મા પ્રાન્ત કચેરીને તટસ્થ તપાસ કરાવવાની રજુઆત કરી છે. જેમાં પરિવારના જણાવ્યા મુજબ મૃતક દિકરીના હાથમાં સિમેન્ટ જેવો પદાર્થ હતો તેમજ પગ બાંધેલાના નિશાન પણ હતા. તેમછતાં પોલીસ દીકરીના ગુનેગારોને પકડવામાં નિષ્ફળ રહી છે. આ સાથે દીકરીને આત્મહત્યા કરવા માટે મેત્રાલના જંગલમાં જવાની શી જરૂર હતી ? કોઇ સ્ત્રી કે દિકરી આવા જંગલમાં આત્મહત્યા કરવા માટે જવાની હિંમત ના કરે તે સહિતના સવાલો ઉભા કર્યા છે.

મૃતક યુવતીના પરિવારે પ્રાન્ત કચેરી સમક્ષ આ મુદા સાથે રજુઆત કરી છે :

1. પોલીસ તટસ્થ તપાસ કરે અને ગુનેગારો વિરૂધ્ધ ફરીયાદ નોંધે.
2. ગુનેગારો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરે.
3. યુવતી મૃત હાલતમાં મળી તે અગાઉના ત્રણ દિવસના ગાળામાં કયા હતી તેની તટસ્થ તપાસ કરવી.
4. પોલીસ અને ડોકટરને તાત્કાલિક ધોરણે પી.એમ. કરવાનું કોણે જણાવેલ તેની તટસ્થ તપાસ કરવી.
5. કોલ ડીટેઇલ માટે આપેલ નંબર વિરૂધ્ધ તટસ્થ તપાસ કરવી.
6. મૃતક દીકરીએ આત્મહત્યા કરી હોય તો લગ્ન જેવો શણગાર કઇ બ્યુટીપાર્લરમાં કર્યો હતો તેની તટસ્થ તપાસ કરવી.

પરિવાર અને સંબંધિત આદિવાસીઓએ જો તમામ માંગણીઓનો સંતોષકારક ઉકેલ નહી આવે તો ગાંધી ચિંધ્યામાર્ગે એકજુથ થઇ તા. 31 જાન્યુઆરીના રોજ બિરસામુંડા સર્કલે ભેગા થઇ ત્યાંથી રેલી કાઢી પ્રાન્ત કચેરીએ ધરણા કરવામાં આવશે. આ સાથે જયાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી દીકરીનું અંતિમ સંસ્કાર કરવાના નથી તેવી ચિમકી ઉચ્ચારી છે.

29 Sep 2020, 6:37 AM (GMT)

COVID-19 Global Stats

33,556,424 Total Cases
1,006,458 Death Cases
24,881,607 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code