આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ખેડબ્રહ્મા(રમેશ વૈષ્ણવ)

અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત ડી.ડી.ઠાકર આટર્સ અને કે.જે.પટેલ કોમર્સ કોલેજ,ખેડબ્રહ્માના રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ) વિભાગ તેમજ સંસ્કૃત અને હિન્દી વિભાગના સંયુક્ત ઉપક્રમે તા.17 જુલાઇ 2019 ને બુધવારના રોજ NSSની પરિચય બેઠક તથા ગુરૂ પૂજન મહિમા કાર્યક્રમ પ્રા.ડાૅ.રમેશભાઇ ડી પટેલ,આર્ટ્સ કોલેજ વિજયનગરના અધ્યક્ષ સ્થાને યોજાઇ ગયો.તેઓએ કાર્યક્રમને આજના બદલાતા યુગમાં ગુરૂ પૂજનની મહિમા વિષે પોતાનું વ્યાખ્યાન આપ્યું હતું.

કાર્યક્રમના આરંભમાં કોલેજના આચાર્ય એન.ડી.પટેલ સાહેબે આગંતુંક મહેમાન તેમજ એન.એસ.એસ.માં પ્રવેશ લીધેલ સ્વયંમસેવકોને આવકાર્યો હતા.ભારત સરકારના યુવા કાર્યક્રમ તથા ખેલ મંત્રાલય દ્રારા સંચાલિત રાષ્ટ્રીય સેવા યોજના આજના બદલાતા સમયની સાથે યુવાશક્તિના વ્યક્તિત્વ વિકાસ માટે અતિ ઉપયોગી છે.

આ યોજનામાં જોડાનાર સ્વયંમસેવક સમાજના લોકો સાથે મળીને સમાજના હિત માટે કાર્ય કરે છે. જેવા કે સાક્ષરતા,પર્યોવરણ સુરક્ષા,સ્વાસ્થ સુધારણા,સફાઇ તથા પ્રાકૃતિક આપદાઓના સમયે પીડિત વ્યક્તિઓની સહાયતા વગેરે કાર્યોમાં સહભાગી બને છે.સમાજ ઉપયોગી કાર્યોમાં જોડાવાના કારણે સમાજ સેવા તથા રાષ્ટ્ર સેવાના ગુણોનો વિકાસ થાય છે.આ કાર્યક્રમમાં 150 સ્વયંસેવકોએ ભાગ લીધો હતો.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code