ખેડબ્રહ્માઃનાગરિકો સતર્ક રહો! તાલુકામાં ખોરાકી ચીજવસ્તુના નામે ઝેર વેચાય છે

અટલ સમાચાર, મહેસાણા, ખેડબ્રહ્મા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં વધુ નફાની ગણતરીમાં પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. લેભાગુ તત્વો ડુપ્લીકેટ ખાદ્ય ચીજવસ્તુઓ વેચી રહ્યા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. નકલી ખાદ્યચીજો ખોરાકમાં જવાથી શરીર માટે લાંબાગાળે ધીમુ ઝેર સાબિત થાય છે. મુદ્દાની વાત તો એ છે કે ફુડ વિભાગની રહેમ નજર હેઠળ કારોબાર
 
ખેડબ્રહ્માઃનાગરિકો સતર્ક રહો! તાલુકામાં ખોરાકી ચીજવસ્તુના નામે ઝેર વેચાય છે

અટલ સમાચાર, મહેસાણા, ખેડબ્રહ્મા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં વધુ નફાની ગણતરીમાં પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. લેભાગુ તત્વો ડુપ્લીકેટ ખાદ્ય ચીજવસ્તુઓ વેચી રહ્યા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. નકલી ખાદ્યચીજો ખોરાકમાં જવાથી શરીર માટે લાંબાગાળે ધીમુ ઝેર સાબિત થાય છે. મુદ્દાની વાત તો એ છે કે ફુડ વિભાગની રહેમ નજર હેઠળ કારોબાર ધમધમે છે.

ખેડબ્રહ્માઃનાગરિકો સતર્ક રહો! તાલુકામાં ખોરાકી ચીજવસ્તુના નામે ઝેર વેચાય છે

ખેડબ્રહ્મા તાલુકામાં અલગ-અલગ સ્થળોએ ભળતી કંપનીના નામે ચા, મરચુ, ઘીનું ડુપ્લીકેટ વેચાઈ રહ્યું છે. અને આ બધુ છેલ્લા કેટલાક વર્ષોથી વેચાણ ચાલુ હોઇ લેભાગુ તત્વોની માર્કેટ કરોડોમાં પહોંચી ગયું છે. તાલુકામાં સાચાં ઘી સામે નકલી ઘીનું વેચાણ અનેક ગણું છે. 200 રૂપિયાથી શરૂ થતું ઘી સ્થળ અને ઈસમો મુજબ અલગ અલગ ભાવે વેચાઇ રહ્યું છે. જેથી જનઆરોગ્ય સામે ખતરો ઊભો થયો છે. આ સમગ્ર ઘટના ઉપર તાલુકા ફૂડ વિભાગ તપાસ કરે તો મોટુ પ્રકરણ બહાર આવવાની સંભાવના સેવાઈ રહી છે.

ખેડબ્રહ્માઃનાગરિકો સતર્ક રહો! તાલુકામાં ખોરાકી ચીજવસ્તુના નામે ઝેર વેચાય છે

સૂત્રોનું માનીએ તો ઘીના ડબ્બા ઉપર વિવિધ પ્રકારના લેબલો અને અંગ્રેજી ભાષામાં લખાણ સાથે ચિત્રો દર્શાવી ગ્રાહકોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે. આ ડુપ્લીકેટ ખોરાકી ઝેર રૂપિયા 200થી 500 સુધીના ભાવે વેચાઈ રહ્યું છે. કેટલાક લોકોએ તો ડુપ્લીકેટ ઘીની ખરીદી પણ કરી લીધી છે. અને હવે પસતાવોના ભાર તળે આવી ગયા છે. જો આ બાબતે લાલ આંખ કરી યોગ્ય તપાસ થાય તો કેટલાય વેપારીઓ ફૂડ વિભાગના રડારમાં આબાદ રીતે ઝડપાઈ જાય તેવું પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે.