ખેડબ્રહ્મા: રથયાત્રા પહેલા ભગવાન મોસાળમાં પધારતા આનંદો
અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્માના ઠાકોર મંદિર ઘ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું વર્ષોથી આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રા સુંદર રથમાં બિરાજી નગર પરિક્રમાએ નીકળશે. તે પહેલા ભગવાન તેમના મોસાળ મોદી હસમુખલાલ તુલસીદાસના નિવાસે પધાર્યા હતા. ભગવાન ચાર દિવસ મોસાળમાં રહેશે અને અમાસના દિવસે
Jun 29, 2019, 18:28 IST

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)
સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્માના ઠાકોર મંદિર ઘ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું વર્ષોથી આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રા સુંદર રથમાં બિરાજી નગર પરિક્રમાએ નીકળશે. તે પહેલા ભગવાન તેમના મોસાળ મોદી હસમુખલાલ તુલસીદાસના નિવાસે પધાર્યા હતા. ભગવાન ચાર દિવસ મોસાળમાં રહેશે અને અમાસના દિવસે નિજ મંદિરમાં પધારશે. મોસાળમાં રોજ રાત્રે ગોપી મંડળની બહેનો ભજન કીર્તન ની રમઝટ બોલાવશે. રથયાત્રાના આયોજનની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણતાના આરે છે. તેમ મંદિરના પૂજારી જસવંતલાલ પંડ્યાએ જણાવ્યું હતુ.