ખેડબ્રહ્માઃ ચીફ ઓફિસરની આડોડાઈને લઈ મુખ્યમંત્રીને રજૂઆત

અટલ સમાચાર, ખેડબ્રહ્મા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં ખેડબ્રહ્મા ચીફ ઓફિસરની આડોડાઈને લઈ અરજદારે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. છેલ્લા બે માસથી સફાઈ કામદાર નિગમની લોન બાબતે જામીન અરજી પરની સહી નહિ કરતા સફાઈ કામદારમાં નારાજગી ઉભી થઈ છે.સફાઈ કામદાર નિગમની લોનને લઇ અરદારે રજૂઆત કરી છે. જૈમીન વિનોદભાઈ મકવાણા ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમમાં મંડપ ડેકોરેશનના
 
ખેડબ્રહ્માઃ ચીફ ઓફિસરની આડોડાઈને લઈ મુખ્યમંત્રીને રજૂઆત

અટલ સમાચાર, ખેડબ્રહ્મા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં ખેડબ્રહ્મા ચીફ ઓફિસરની આડોડાઈને લઈ અરજદારે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. છેલ્લા બે માસથી સફાઈ કામદાર નિગમની લોન બાબતે જામીન અરજી પરની સહી નહિ કરતા સફાઈ કામદારમાં નારાજગી ઉભી થઈ છે.સફાઈ કામદાર નિગમની લોનને લઇ અરદારે રજૂઆત કરી છે.

ખેડબ્રહ્માઃ ચીફ ઓફિસરની આડોડાઈને લઈ મુખ્યમંત્રીને રજૂઆત

જૈમીન વિનોદભાઈ મકવાણા ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમમાં મંડપ ડેકોરેશનના ધંધા માટે ફોર્મ ભરેલ હતું. તે પાસ થતા તેનું એગ્રિમેન્ટ તા.16-2-2019ના રોજ મળ્યું હતું. તેમાં નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા તારાબેન શીવાભાઈએ જામીનદાર તરીકે સહી કરી આપેલ હતી. આ એગ્રિમેન્ટમાં ચીફ ઓફીસરના સહી-સિક્કાની જરૂર પડતા નગરપાલિકાને જાણ કરી હતી. જોકે, જામીન તથા લાભાર્થી મહેકમ ક્લાર્કે જણાવેલ કે 20 રૂપિયા સ્ટેમ્પ પેપર ઉપર જામીનદારનુ બાંહેધરી પત્ર લખી આપ્યું હતું. જે બાદ ચીફ ઓફીસરે આ જામીન નહી ચાલે તેમ જણાવી સહી-સિક્કા નહી કરતા સફાઈ કામદારમાં નારાજગી ઉદભવી છે.