આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા નગરપાલિકાની ગાડીને સોમવારે રાત્રે અકસ્માત સર્જાયો હતો. ચીફ ઓફિસરને હિંમતનગર મૂકીને આવતાં ડ્રાઈવરે ઈડર નજીક બે મહિલાને ટક્કર મારતાં ઘાયલ થઇ હતી. અફડાતફડીના માહોલ વચ્ચે બંને મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

ખેડબ્રહ્મા ચીફ ઓફિસરનો ડ્રાઈવર રાત્રે હિંમતનગરથી પરત આવી રહ્યો હતો. આ દરમિયાન ઈડર નજીક ક્રષ્નનગર પહોંચતા અચાનક બે મહિલાને ટક્કર વાગી હતી. જેથી ડ્રાઈવરે ચીફ ઓફિસરને જાણ કરી ઘાયલ મહિલાઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા મથામણ કરી હતી. જોકે અકસ્માતે ગુનો હોવાથી ઈડર પોલીસ સ્ટેશને નોંધ કરાવવાની ફરજ પડી હતી.

સુત્રોએ જણાવ્યું હતું કે, અકસ્માતના કારણ અંગે હજુ સુધી ચોક્કસ બાબત સામે આવી નથી. જોકે ગંભીર રીતે ઘાયલ મહિલાઓની સ્થિતિને કારણે ચીફ ઓફિસરની ગાડી પુરપાટ ઝડપે આવી અકસ્માત સર્જ્યો હોવાનું મનાય છે.

30 Sep 2020, 4:44 AM (GMT)

COVID-19 Global Stats

33,978,806 Total Cases
1,014,887 Death Cases
25,237,938 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code