આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ખેડબ્રહ્મા(રમેશ વૈષ્ણવ)

એડવાન્સ ટ્રાન્સફ્યુઝન મેડિસીન રીસર્ચ ફાઉન્ડેશન સંચાલિત પ્રથમા બ્લડ સેન્ટર,અમદાવાદ તથા ડી.ડી.ઠાકર આર્ટ્સ અને કે.જે.પટેલ કોલેજ સભાખંડમાં તા.24 જુલાઇ 2019ને બુધવારના રોજ થેલેસેમિયા નિદાન અને રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું.

ત્યાર પછી પ્રથમ બ્લડ સેન્ટર અમદાવાદના સિનિયર ડોનર કન્સલ્ટન્ટ મીના ગ્વાલાની તથા એમની ટીમ દ્રારા થેલેસેમિયા તથા રક્ત અંગે માહિતી આપવામાં આવી હતી અને તેમને થેલેસેમિયા શું છે તથા રક્તદાન કેમ કરવું જોઇએ તે અંગે સમજાવ્યું હતું.

તથા આ સાથે થેલેસેમિયા ઉપર બનેલી લઘુફિલ્મ પણ પ્રદર્શિત કરી હતી.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાથી-વિદ્યાથીનીઓ જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું કોલેજના એન.એસ.એસ. વિભાગ તથા એન.સી.સી.વિભાગ દ્રારા કરાયું હતું.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code