ખેડબ્રહ્મા: આદિજાતિ કોર્પોરેશનના પુર્વ ડીરેકટર સહિત ૧ર વનવાસી સામે ફરીયાદ

અટલ સમાચાર,ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા તાલુકાના પાંચ મહુડા ગામની આદિવાસી યુવતિના શંકાસ્પદ મોત બાદ વનવાસી સમાજે બિનમંજુરીની રેલી કર્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી. સમગ્ર રેલી શાંતિપુર્ણ રીતે પુર્ણ થયા બાદ પોલીસે આદિજાતિ વિકાસ કોર્પોરેશનના પુર્વ ડીરેકટર સહિત ૧ર વનવાસી વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી છે. ખેડબ્રહ્મા પોલીસની કાર્યવાહીને પગલે પંથકમાં ફરી એકવાર માહોલ ગરમાયો છે. ખેડબ્રહ્મા તાલુકાની
 
ખેડબ્રહ્મા: આદિજાતિ કોર્પોરેશનના પુર્વ ડીરેકટર સહિત ૧ર વનવાસી સામે ફરીયાદ

અટલ સમાચાર,ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા તાલુકાના પાંચ મહુડા ગામની આદિવાસી યુવતિના શંકાસ્પદ મોત બાદ વનવાસી સમાજે બિનમંજુરીની રેલી કર્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી. સમગ્ર રેલી શાંતિપુર્ણ રીતે પુર્ણ થયા બાદ પોલીસે આદિજાતિ વિકાસ કોર્પોરેશનના પુર્વ ડીરેકટર સહિત ૧ર વનવાસી વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી છે. ખેડબ્રહ્મા પોલીસની કાર્યવાહીને પગલે પંથકમાં ફરી એકવાર માહોલ ગરમાયો છે.

ખેડબ્રહ્મા: આદિજાતિ કોર્પોરેશનના પુર્વ ડીરેકટર સહિત ૧ર વનવાસી સામે ફરીયાદ

ખેડબ્રહ્મા તાલુકાની કોલેજીયન યુવતિના શંકાસ્પદ મોત બાદ વનવાસી સમાજ ન્યાયની માંગ સાથે લાલઘુમ છે. સરકાર સમક્ષ નારાજગી બતાવવા જંગી સંખ્યામાં રેલી કરતા વધુ એક મુશ્કેલી ઉભી થઇ છે. ખેડબ્રહ્મા પોલીસે બિનમંજુરીની રેલી હોવાનું કારણ દર્શાવી સ્થાનિક આગેવાન અને આદિજાતિ વિકાસ કોર્પોરેશનના પુર્વ ડીરેકટર જગદીશ તરાલ સહિત ૧ર વનવાસી સામે ગુનો નોંધ્યો છે. જેથી જગદિશ તરાલ સહિતના સમગ્ર મામલો વધુ ઉગ્ર બનાવવા મથી રહયા છે. જગદિશ તરાલે જણાવ્યુ હતુ કે, શાંતિપુર્ણ રેલી એ ભારતીય બંધારણની પમી અનુસુચીના અનુચ્છેદ ર૪૪(૧) મુજબ અનુસુચિત વિસ્તાર માટે મળેલ અધિકારની ધારા ૪(ધ) મુજબ કાઢવામાં આવી હતી. જો ગેરકાયદેસર હતી તો પોલીસે રેલી કેમ રોકી નહી ? માતાજી મંદીરથી સેવાસદન સુધી રેલીને પહોંચવા કેમ દીધી ? સેવાસદન ખાતે રેલી પુર્ણ થઇ ત્યારે ખેડબ્રહ્મા મામલતદાર સામે ચાલીને બહાર કેમ આવ્યા હતા ? રેલી દરમ્યાન કોઇપણ પ્રકારના સુત્રોચ્ચાર,ઉશ્કેરણી કે અડચણ ઉભી થવા પામી ન હતી તેનો વિડીયો સરકાર પાસે છે. આ તમામ સવાલો સાથે ફરીયાદને ગેરકાયદેસર ગણાવી સ્વતંત્રતા ઉપર સરકારની તરાપ હોવાનું ઉમેર્યુ હતુ. આથી વિસ્તારની રૂઢિગત વ્યવસ્થા સામે સરકારના તંત્રની દખલગીરી અને કાર્યવાહીના મામલાને માનવ અધિકાર પંચ સમક્ષ લઇ જવા તૈયારી આદરી છે.