પોશીના તાલુકાના લાંબડીયા ગામે ડીગ્રી વગરના ડોકટરની બોલબાલા
અટલ સમાચાર,ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા તાલુકામાંથી વિભાજન કરીને નવીન પોશીના તાલુકો બનાવવામાં આવ્યો છે. જેને ચાર વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં મોટાંભાગની કચેરીઓ ચાર્જમા ચાલી રહી છે. રાજસ્થાન રાજ્યને અડીને આવેલ પોશીના તાલુકામાં છેલ્લાં કેટલાક સમયથી બોગસ અને ડીગ્રી વગરના ડોકટરોએ અડડો જમાવ્યો છે. સ્થાનિક સુત્રોએ જણાવ્યુ઼ હતુ કે, પંથકમાં કડક તપાસ કરવામાં આવતી નથી.
Dec 22, 2018, 15:38 IST

અટલ સમાચાર,ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા તાલુકામાંથી વિભાજન કરીને નવીન પોશીના તાલુકો બનાવવામાં આવ્યો છે. જેને ચાર વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં મોટાંભાગની કચેરીઓ ચાર્જમા ચાલી રહી છે. રાજસ્થાન રાજ્યને અડીને આવેલ પોશીના તાલુકામાં છેલ્લાં કેટલાક સમયથી બોગસ અને ડીગ્રી વગરના ડોકટરોએ અડડો જમાવ્યો છે. સ્થાનિક સુત્રોએ જણાવ્યુ઼ હતુ કે, પંથકમાં કડક તપાસ કરવામાં આવતી નથી. કોટડા ગામે 25 થી 30 જેટલા બોગસ ડોકટર આવેલાં છે.
સરકારી દવાખાનુ આવેલુ છેપરંતુ કર્મચારીઓની અનિયમીતતાને લઇ સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. તાલુકા સ્તરે વનવાસી સમુદાય વધુ સંખ્યામાં છે ત્યારે લોકોના જીવન જોડે ખીલવાડ થઇ રહયાનું ચિત્ર બની રહયું છે.