આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મામાં એસ.ટી. બસ માટેનું પિકઅપ સ્ટેન્ડ હોવા છતાં બસ ઉભી રખાતી ન હોવાના આક્ષેપ સાથે મુસાફરો લાલઘુમ બન્યા છે. હિંમતનગર, અમદાવાદ તરફ જવા માટેના સ્ટેન્ડ પર વારંવાર રજૂઆત કરવા છતાં બસ ડ્રાઈવરો પોતાની મનમાની ચલાવી બસ ઉભી રાખતા ન હોવાનું જણાવી મુસાફરો લાલઘુમ બન્યા છે. રોજીંદી સમસ્યાને લઇ મુસાફરોને ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે જેથી આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવે તેવી મુસાફરો માંગ કરી રહ્યા છે.

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મામાં એસ.ટી ડ્રાઈવરોની મનમાનીથી મુસાફરોને હેરાન થવુ પડી રહ્યું છે. ખેડબ્રહ્માના આરાધના સિનેમા રોડ પાસે એસ.ટી. બસનું પિકઅપ સ્ટેન્ડ છે. જયાંથી હિંમતનગર-અમદાવાદ જવા માટે એસ.ટી. બસ મળી રહે છે. ગુરૂવારે સવારે ખેડબ્રહ્માના આરાધના સિનેમા રોડ પાસે એસ.ટી.બસ સ્ટેન્ડ ઉપર દસથી વધારે પેસેન્જર ઉભા હતા. આ દરમ્યાન કોટડા-અમદાવાદ બસ આવતા હાથ ઉંચો કરી બસ થોભવાનો ઇશારો મુસાફરોએ કર્યો હતો. જોકે ડાઇવરે બસ ઉભી ન રાખી હંકારી મુકી મુસાફરો બેબાકળા બન્યા હતા. જોકે બાદમાં મુસાફરોને ખાનગી વાહનોનો સહારો લેવો પડ્યો હતો.

ખેડબ્રહ્માના વેપારી પુરણભાઈ દરજીના જણાવ્યા અનુસાર, ખેડબ્રહ્માથી વડાલી ફાટક પાસે અંબાજી થી હિંમતનગર બસ નં.3728 ઉભી ન રાખતાં કોલેજમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓને પણ હાલાકી ભોગવી હતી. ગુરુવારના રોજ પરત આવતી વખતે હિંમતનગર અંબાજી મિનિબસને પણ ઉભી રાખવા જણાવેલ પરંતુ તેને પણ ઉભી ન રાખતા પાસ વાળા વિદ્યાર્થિઓને પણ પૈસા ખર્ચી પરત આવવું પડ્યું હતું. જોકે આ સમગ્ર મામલે ડેપો મેનેજરને જાણ કરતા તેમણે માત્ર દિલાસો આપતા જણાવ્યુ હતુ કે,આ અંગે સ્ટાફનું ધ્યાન દોરવામાં આવશે અને બસો ઉભી રહે તેની કાળજી લેવામાં આવશે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code