ખેડબ્રહ્મા: જાનકી સોસાયટીના રહીશો ગટર મિશ્રિત પાણી પીવા મજબૂર

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્માની જાનકી સોસાયટીમાં પાલિકાના પાણીના નળમા ગંદુ પાણી આવતું હોવાની બૂમ ઉઠવા પામી છે. ઘણા લાંબા સમયથી ચોમાસામાં આ સમસ્યાનો સામનો કરી રહેલા રહીશોની ફરિયાદ કોઈ સાંભળવા તૈયાર નથી. ગટરમાંથી જ પાણી પાઇપ લાઇન પસાર થતી હોય તેમાના લીકેજના કારણે સોસાયટીમાં નળમાં ગંદુ પાણી આવે છે. આ ગંદા પાણીના કારણે
 
ખેડબ્રહ્મા: જાનકી સોસાયટીના રહીશો ગટર મિશ્રિત પાણી પીવા મજબૂર

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્માની જાનકી સોસાયટીમાં પાલિકાના પાણીના નળમા ગંદુ પાણી આવતું હોવાની બૂમ ઉઠવા પામી છે. ઘણા લાંબા સમયથી ચોમાસામાં આ સમસ્યાનો સામનો કરી રહેલા રહીશોની ફરિયાદ કોઈ સાંભળવા તૈયાર નથી. ગટરમાંથી જ પાણી પાઇપ લાઇન પસાર થતી હોય તેમાના લીકેજના કારણે સોસાયટીમાં નળમાં ગંદુ પાણી આવે છે. આ ગંદા પાણીના કારણે રહીશોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. આ સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં નહીં આવે તો રહીશોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ખેડબ્રહ્મા પાલિકા વિસ્તારમાં આરાધના સિનેમા પાસેના ગરનાળમાંથી ગંદા પાણીનો નિકાલ માથાના દુખાવો સાબિત થઈ રહ્યો છે. આરાધના સિનેમા પાછળની જાનકી સોસાયટીના રહીશ જશવંતસિંહ દેવડા સહિત અન્યના જણાવ્યા અનુસાર આરાધના સિનેમા પાસેના ગરનાળાના ગટરના ગંદા પાણીમાંથી પાલિકાની પાણીની પાઇપલાઇન પસાર થાય છે. આ પાઇપલાઇન વર્ષોથી લીકેજ છે, ચોમાસા દરમિયાન આ લીકેજમા ગટરનું પાણી પાઇપલાઇનથી લોકોના ઘરના નળમાં પહોંચે છે.

પાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી, અને રહીશોને ગંદુ પાણી વાપરવા મજબૂર થવું પડે છે. આ ગંદા પાણીના કારણે જાનકી સોસાયટીના રહીશોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. રહીશોના જણાવ્યા અનુસાર આ સોસાયટીમાં પાલિકાના સદસ્ય બનાબા દેવડાનું પણ ઘર આવેલું છે, તેમ છતાં પાલિકાના પેટનું પાણી હાલતું નથી. આ પાણી પાઈપલાઈનનું લીકેજ સત્વરે બંધ કરી શુદ્ધ પાણી સોસાયટીને આપવામા નહીં આવે તો રહીશોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

અઠવાડીયામાં એકાદ-બે વાર મોઢું બતાવતા ચિફ ઓફીસર

સોસાયટીઓમાં ગંદા પાણીની વિકરાળ સમસ્યા વચ્ચે હિંમતનગર પાલિકાના ચિફ ઓફીસર અલ્પેશ પટેલને ખેડબ્રહ્મા પાલિકાનો ચાર્જ સોંપાયો છે. તેથી તેઓ અઠવાડીયામાં એકાદ-બે વાર આવતા હોવાથી આ સમસ્યાનો કાયમી કોઇ ઉકેલ ન આવતો હોવાનું સ્થાનિકો જણાવી રહયા છે.