આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મામાં ધામધૂમથી ગણેશ વિસર્જન કરવામાં આવ્યુ છે. છેલ્લા 10 દિવસથી ભગવાન ગણેશની પૂજા અર્ચના કર્યા બાદ ગુરુવારના રોજ ધામધૂમથી ગણપતિ બાપાને વિસર્જન કરવામાં આવ્યું હતું. સવારે હરણાવ નદીમાં જુદી-જુદી જગ્યાએ વિસર્જન કરવમાં આવ્યું હતું. વિસર્જન પહેલા સ્ટેશન વિસ્તારના 20 જેટલા ગણપતિ કતારબધ્ધ ડીજેના તાલે વિસર્જન કરવા માટે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

ખેડબ્રહ્માના ગુંદેલ ગામે પણ ગણપતિનું વાજતે-ગાજતે વિસર્જન કરાયું હતુ. ખેડબ્રહ્મા ના ગુંદેલ ગામે ગણપતિની ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપના કરવામાં આવી હતી. આજે આનંદ ચૌદશના દિવસે વાજતે-ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ સાબરમતી નદીમાં ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ગામલોકોએ હાજર રહી ગણપતિ બાપ્પા મોરિયા નાદ સાથે શોભાયાત્રામાં ભાગ લીધો હતો. ગણપતિની પૂજનવિધિ કમલેશભાઈ રાવલ દ્વારા કરવામાં આવી હતી.

swaminarayan
advertise
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code