ખેડબ્રહ્મા: 70 લાખના બેનામી મુદ્દામાલની કાર્યવાહીમાં GST ટીમ અજાણ !

અટલ સમાચાર,ખેડબ્રહ્મા સાબરકાંઠા જિલ્લાનાં ખેડવા ચેક પોસ્ટ પાસે કોમ્બીંગ દરમિયાન એલસીબી પોલીસે ૭૦ લાખનો બેનામી ઈલેક્ટ્રોનિક મુદ્દામાલ ઝડપ્યો હતો. જોકે, છેલ્લા કેટલાક દિવસોની ગતિવિધિ જોતા પંથકમાં કંઇક રંધાઇ રહયા હોવાનું ચિત્ર બની રહયુ છે. સમગ્ર મામલે એલસીબી પોલીસે ૧ર૪ મુજબ કાર્યવાહી કરી કોર્ટમાં રજૂઆત મુકી છે. જોકે, આ તમામ ગતિવિધિ વચ્ચે ટેક્ષનું કામ કરતી જીએસટી
 
ખેડબ્રહ્મા: 70 લાખના બેનામી મુદ્દામાલની કાર્યવાહીમાં GST ટીમ અજાણ !

અટલ સમાચાર,ખેડબ્રહ્મા

સાબરકાંઠા જિલ્લાનાં ખેડવા ચેક પોસ્ટ પાસે કોમ્બીંગ દરમિયાન એલસીબી પોલીસે ૭૦ લાખનો બેનામી ઈલેક્ટ્રોનિક મુદ્દામાલ ઝડપ્યો હતો. જોકે, છેલ્લા કેટલાક દિવસોની ગતિવિધિ જોતા પંથકમાં કંઇક રંધાઇ રહયા હોવાનું ચિત્ર બની રહયુ છે. સમગ્ર મામલે એલસીબી પોલીસે ૧ર૪ મુજબ કાર્યવાહી કરી કોર્ટમાં રજૂઆત મુકી છે. જોકે, આ તમામ ગતિવિધિ વચ્ચે ટેક્ષનું કામ કરતી જીએસટી ટીમની હજુ સુધી કોઇ ભુમિકા સામે નહી આવતા મામલો રફેદફે થાય તેવી આશંકા સેવાઇ રહી છે.

ખેડબ્રહ્મા શહેરમાં આવેલા ઈલેક્ટ્રોનિક માલ સામાનના ગોડાઉનમાં એલસીબી પોલીસે રાત્રી દરમિયાન કાર્યવાહી કરી સરેરાશ ૭૦ લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. જેને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને મુકાવી ૧ર૪ મુજબ કાર્યવાહી કરતા પંથકના વેપારી આલમમાં ખળભળાટ મચી ગયો હતો. સમગ્ર મામલે જીએસટીની કોઇ જ ભુમિકા સામે નહી આવતા ટેક્ષ રીકવરી સામે સવાલ થયો છે. તો વળી, ઈલેક્ટ્રોનિક આઈટમો તેમજ ધર વપરાશના સાધનો સહિતના માલની વિગતના પંચનામા સામે સવાલો ઉભા થઇ રહયા છે.

સ્થાનિક સુત્રોએ જણાવ્યુ હતુ કે, ખેડબ્રહ્મા શહેરમાં રાત્રે સૂઈ રહેલા લોકોને ઝડપ્યા હતા છતાં પોલીસ ચોપડે ખેડવા ચેકપોસ્ટ પર પકડવામાં આવ્યાનું નોંધાતા અનેક તર્કવિતર્ક શરૂ થયા છે.