આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા શહેરની મધ્યમાંથી પસાર થતી હરણાવ નદીમાંથી એક આશાસ્પદ યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. યુવકની લાશ મળી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે જનરલ હોસ્પિટલ મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્માની હરણાવ નદી નજીકના કોઝવેમાંથી એક લાશ મળી આવી હતી. મંગળવારે બપોરના સમયે સોમાભાઇ બબાભાઇ વાઘરીની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. હરણાવ નદી નજીકના કોઝવેમાં ઉંડો ખાડો હોઇ ત્યાં યુવકની લાશ મળી આવી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આશાસ્પદ યુવકની લાશ મળવાની જાણ ખેડબ્રહ્મા પોલીસને થતાં તાત્કાલિક સ્થળ ઉપર જઇ મૃતકની લાશને જનરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. હરણાવ નદીમાંથી યુવકની લાશ મળી હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code