ખેડબ્રહ્માઃ પત્રકારો અને વકીલો માટે 5 હજાર કરોડ ફાળવવાની માંગને ટેકો

અટલ સમાચાર, ખેડબ્રહ્મા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના ચેરમેન મનન મિશ્રાએ વડાપ્રધાનને લખેલ પત્રમાં દેશભરના વકીલો અને પત્રકારોના હિતમાં પ્રાથમિક સુવિધાઓ માટે વાર્ષિક બજેટમાં રૂ.5,000 કરોડની ફાળવણી કરવા ભલામણ કરેલી છે. જેના અનુસંધાનમાં તા. 11/02/2019ના રોજ રાજ્યોના તમામ બાર કાઉન્સીલમાં શાંતિપૂર્ણ વિરોધ કૂચ/પ્રદર્શન કરવાના ભાગરૂપે સોમવારે ખેડબ્રહ્મા બાર એસોસીએશના વકીલોએ પ્રદર્શનને ટેકો આપી તે સંદર્ભનું આવેદન
 
ખેડબ્રહ્માઃ પત્રકારો અને વકીલો માટે 5 હજાર કરોડ ફાળવવાની માંગને ટેકો

અટલ સમાચાર, ખેડબ્રહ્મા

બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના ચેરમેન મનન મિશ્રાએ વડાપ્રધાનને લખેલ પત્રમાં દેશભરના વકીલો અને પત્રકારોના હિતમાં પ્રાથમિક સુવિધાઓ માટે વાર્ષિક બજેટમાં રૂ.5,000 કરોડની ફાળવણી કરવા ભલામણ કરેલી છે. જેના અનુસંધાનમાં તા. 11/02/2019ના રોજ રાજ્યોના તમામ બાર કાઉન્સીલમાં શાંતિપૂર્ણ વિરોધ કૂચ/પ્રદર્શન કરવાના ભાગરૂપે સોમવારે ખેડબ્રહ્મા બાર એસોસીએશના વકીલોએ પ્રદર્શનને ટેકો આપી તે સંદર્ભનું આવેદન પત્ર પ્રાંત અધિકારીને આપ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને બાર એસોસીએશનના પ્રમુખ વિરલ કે.વોરા, ઉપપ્રમુખ જગદીશ બી. સુથાર તથા મંત્રી સતપાલસિંહ બી. વાધેલા સહિત તમામ વકીલ મિત્રોએ સફળ બનાવ્યો હતો.