આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા

ખેડબ્રહ્માના મહેતા એચ.એલ. વાંચનાલાયના 75 વર્ષ પૂર્ણ થતા રવિવારે અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ સમારોહના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહયા હતા. વાંચનલય હોલના નામકારણ દાતા સવજીભાઈ, સ.વો.કો.બેન્કના ડિરેક્ટર પટેલ શામલભાઈ સવજીભાઈના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી સમારોહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ કીર્તિ જોશીએ ઉપસ્થિતોનુ સ્વાગત કર્યું હતું. સ્મૃતિગ્રંથનું વિમોચન મદદનીશ ગ્રંથાલય નિયામક રમેશ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. વાંચનલયના સ્વપ્નદ્રષ્ટા સ્વ. આનંદીબેન ભટ્ટ તથા દાતા રામભાઈ પટેલ અને શામલભાઈ પટેલના તૈલ ચિત્રનું અનાવરણ એ.પીએમ.સી. ચેરમેન જશુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસગે પ્રાંત અધિકારી કૌશિકભાઈ મોદી, મામલતદાર જી.ડી.ગમાર, પાલિકા પ્રમુખ જલકબેન પટેલ, સુરેશભાઈ પટેલ, નરેશભાઈ પટેલ, ગોપાલભાઈ પટેલ, બ્રિજેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં સભ્યો તથા દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

29 Sep 2020, 6:42 AM (GMT)

COVID-19 Global Stats

33,556,424 Total Cases
1,006,458 Death Cases
24,881,607 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code