આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત અને એનવીબીડીસીપી કાર્યક્રમ અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો મનીષ ફેન્સીના માર્ગદર્શન હેઠળ તારીખ 5/09/19ના રોજ અશ્વિનભાઈ કોટવાલ ધારાસભ્ય ખેડબ્રહ્માના અધ્યક્ષ સ્થાને પ્રા.આ.કેન્દ્ર મીઠીબીલી ખાતે સગર્ભા બહેનોને દવાયુક્ત મચ્છરદાની અને સુખડી વિતરણ તેમજ મેડિકલ ચેકઅપ કાર્યક્રમ તથા કાંગારુ મધર કેર યુનિટ નું ઉદ્ઘાટનના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં સગર્ભા બહેનોની ગાયનેકોલોજીસ્ટ દ્વારા તપાસ કરવામાં આવી તેમજ લેબોરેટરી કરવામાં આવી હતી. જિલ્લા મેલેરીયા અધિકારી બનેસિંહ રાઠોડ અને ડીસ્ટ્રીક પીએચએન સોનલબેન દ્વારા મેલેરિયા અને હોસ્પિટલ ડિલિવરી વિશે માહિતી આપવામાં આવી હતી. ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલે ખેડબ્રહ્મામાં સગર્ભા બહેનોના પોષણ, બહેનોનું ઓછું વજન, હોમ ડિલિવરી અને વ્યસન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.

તાલુકા હેલ્થ ઓફિસર આર.ડી.ગોસ્વામીએ ખેડબ્રહ્મા તાલુકાના બાળ મરણ, માતા મરણ અને બાળકને ધાવણ માટે લેવાની રીત LATCHING ઉપર ભાર મૂક્યો હતો. કેમ્પમાં 14 બહેનોને ઇન્જેક્શન આયરન સુક્રોઝ અને એક મહિલાને ઇન્જેક્શન FCM આપવામાં આવ્યું હતુ. કુલ નવ હાઇરિસ્ક માતાઓને શોધીને સારવાર કરી અને 5 માતાઓને રીફર કરવામાં આવી હતી.

ઉપસ્થિત તમામ લાભાર્થી અને ગ્રામજનોને તેમજ લોક આગેવાનોને સરકારી દવાખાનાની સેવાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે. કેમ્પમાં આવેલ તમામ સગર્ભા બહેનો લાભાર્થીઓ અને ઉપસ્થિત મહેમાનોને યુવાન આરોગ્ય કાર્યક્રર અક્ષયભાઈ પટેલ અને રમેશભાઈ પટેલ દ્વારા પ્રીતિ ભોજન આપવામાં આવ્યું હતુ.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code