ખેડબ્રહ્મા@પાલિકા: ફાયર સેફટીને લઇ સિવીલ હોસ્પિટલ સહિત 93 એકમોને નોટીસ

અટલ સમાચાર,ખેડબ્રહ્મા સુરતના અગ્નિકાંડની ઘટનામાં લગભગ ૨૧ જેટલા વિદ્યાર્થીઓના મોત થયા હતા અને ૧૫ જેટલા વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યાર બાદ સરકારના આદેશ થી દરેક જગ્યા એ ફાયર સેફ્ટીની સુવિધા છે કે નહીં તેને તંત્ર હરકતમાં આવ્યુ છે. શુક્રવારે ખેડબ્રહ્મા નગરપાલિકા ઘ્વારા ફાયર સેફટીને લઇ 93 જેટલા લોકોને નોટીસ ફટકારવામાં આવી છે. ખેડબ્રહ્મા પાલિકા
 
ખેડબ્રહ્મા@પાલિકા: ફાયર સેફટીને લઇ સિવીલ હોસ્પિટલ સહિત 93 એકમોને નોટીસ

અટલ સમાચાર,ખેડબ્રહ્મા

સુરતના અગ્નિકાંડની ઘટનામાં લગભગ ૨૧ જેટલા વિદ્યાર્થીઓના મોત થયા હતા અને ૧૫ જેટલા વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યાર બાદ સરકારના આદેશ થી દરેક જગ્યા એ ફાયર સેફ્ટીની સુવિધા છે કે નહીં તેને તંત્ર હરકતમાં આવ્યુ છે. શુક્રવારે ખેડબ્રહ્મા નગરપાલિકા ઘ્વારા ફાયર સેફટીને લઇ 93 જેટલા લોકોને નોટીસ ફટકારવામાં આવી છે.

ખેડબ્રહ્મા પાલિકા ઘ્વારા શહેરની એપલ મુવી, આસોપાલવ ગેસ્ટ હાઉસ, રધુછાયા, રધુછાયા પેલેસ, નંદનવન એપાર્ટમેન્ટ, મીરા ગેસનું ગોડાઉન, વાસુ રેડીમેડ, આઇડલ હોસ્ટેલ, ઓસવાલ, કચ્છી સમાજવાડી હોસ્ટેલ, જનરલ સિવીલ હોસ્પિટલ, તાલુકા સેવાસદન, તાલુકા પંચાયત, મામલતદાર ઓફીસ,પોલીસ કવાર્ટસ બિલ્ડીંગ, શહેરના મોટાભાગના તમામ કોમ્પલેક્ષ તથા બધી જ સાડીઓ વાળાને નોટીસ ફટકારવામાં આવી છે.

પાલિકા ધ્વારા જણાવાયુ છે કે, હજી પણ પાલિકા ઘ્વારા ફાયર સેફટીને લઇ તપાસ ચાલુ છે. શુક્રવારે 93 જેટલી નોટીસ ઇસ્યુ કર્યા બાદ પણ જો દુકાનદારો ફાયર સેફટી નહી લગાવે તો તેમની દુકાનો સીલ કરવામાં આવશે. પાલિકાની સખ્ત કાર્યવાહીને લઇ ફાયર સેફટીની દુકાનોમાં લાંબી લાઇનો લાગી રહી છે.