સાબરકાંઠાના ખેડવા ડેમમાંથી મહિલા અને દોઢ વર્ષના બાળકની લાશ મળી

અટલ સમાચાર, ખેડબ્રહ્મા દિધીયા ગામની મહિલા 3 દિવસથી લાપતા હતી. ખેડવા ડેમમાંથી પુત્રની લાશ મળી .. ખેડબ્રહ્મા તાલુકાના દિધીયા ગામના પોપટભાઈ મકવાણાના લગ્ન વાલરણ ગામના ચંદ્રિકાબેન સાથે થયા હતા. લગ્ન જીવનથી તેમને એક પુત્ર ક્રિશ (1.5વર્ષ) થયો હતો. ચંદ્રિકાબેન (35 વર્ષ)બીમાર રહેતા હોવાથી 27 જાન્યુઆરીના રોજ તેમના પતિ પોપટભાઈ મકવાણા હિંમતનગર દવા લેવા ગયા હતા.
 
સાબરકાંઠાના ખેડવા ડેમમાંથી મહિલા અને દોઢ વર્ષના બાળકની લાશ મળી

અટલ સમાચાર, ખેડબ્રહ્મા

દિધીયા ગામની મહિલા 3 દિવસથી લાપતા હતી. ખેડવા ડેમમાંથી પુત્રની લાશ મળી ..

ખેડબ્રહ્મા તાલુકાના દિધીયા ગામના પોપટભાઈ મકવાણાના લગ્ન વાલરણ ગામના ચંદ્રિકાબેન સાથે થયા હતા. લગ્ન જીવનથી તેમને એક પુત્ર ક્રિશ (1.5વર્ષ) થયો હતો. ચંદ્રિકાબેન (35 વર્ષ)બીમાર રહેતા હોવાથી 27 જાન્યુઆરીના રોજ તેમના પતિ પોપટભાઈ મકવાણા હિંમતનગર દવા લેવા ગયા હતા. આ પછી બપોરે 12 વાગ્યાના અરસામાં ચંદ્રિકાબેન  ક્રિશ સાથે ઘરેથી નીકળી ગયા હતા.

આ પછી પરિવારે શોધખોળ શરૂ કરી હતી, જોકે ક્યાંય મહિલા તેનો પુત્ર મળી આવ્યા ન હતા. કંઈક અજુગતું બન્યું હોવાનું માની પરિવાર હેબતાઈ ગયો હતો. આ દરમિયાન અચાનક ખેડવા ડેમ પાસે સ્થાનિક માછીમારોએ નાનું બાળક પાણીમાં ડૂબી ગયાનું જાણી ખેડબ્રહ્મા ફાયર ટીમ બોલાવી બાળકની લાશ બહાર કાઢી હતી. જેને શોધખોળ કરતા પરિવારે ઓળખી કાઢતા મહિલા પણ પાણીમાં હોવાનું અનુમાન લગાવી શોધખોળ આદરી હતી.

આ તરફ હિંમતનગર ફાયર ટીમને બોલાવી ભારે જહેમતને અંતે મહિલાની લાશ બહાર કાઢી લેવાઇ હતી. આ તરફ પોપટભાઈ મકવાણાએ પોતાની પત્ની અને પોતાના પુત્રને ઓળખી જતા આભ ફાટી પડયાની સ્થિતિ બની હતી. મૃતક મહિલા અને બાળકને શોધી કાઢવામાં ખેડબ્રહ્મા પાલિકાના કર્મચારીઓએ ભારે મથામણ કરી હતી.