આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા

સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા પાલિકામાં ભૂગર્ભગટર કૌભાંડમાં રાજ્યમાં ક્યાંય ન બન્યું હોય તેવું બન્યું છે. સમગ્ર શહેરમાં ગંદા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી બે વર્ષથી ગટર બિનઉપયોગી છે. આ તરફ કોન્ટ્રાક્ટરને પાલિકાએ NOC આપી દીધાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. નાણાંકીય અને વહીવટી ગેરરીતિની આશંકા સામે કોર્ટમાં રજુઆત કરવામાં આવી છે.

ભાજપ શાસિત ખેડબ્રહ્મા પાલિકાને રાજ્ય સરકાર તરફથી સરેરાશ 40 કરોડથી વધુના ખર્ચે ભૂગર્ભ ગટરની ગ્રાંટ અપાઈ હતી. આથી સરેરાશ 350થી વધુ કિલોમીટરની ભૂગર્ભ ગટર નાખવામાં આવી હતી. જેમાં આર.સી.સીને બદલે અનેક જગ્યાએ ચીનાઈ માટીની પાઈપો નાખી ગુણવત્તા સામે બેદરકારી રખાઈ હતી.

કામ પૂર્ણ થયાને બે વર્ષ છતાં એસટીપી વિના ભૂગર્ભ ગટર ગટર બિનઉપયોગી પડી છે. કોન્ટ્રાક્ટરે બે વર્ષ બાદ પાલિકાને હેન્ડઓવર કરી દીધી પરંતુ પાલિકા તેની નિભાવણી કરી શકી નથી. ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા વિના પાલિકાએ એન.ઓ.સી આપી દીધી હતી. સમગ્ર મામલે સ્થાનિક અરજદારે કોર્ટમાં પીઆઈએલ કરતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે. ચીફ ઓફિસર પણ સવાલથી ડરી ગયા હોઇ ફોન ઉપાડી શક્યા ન હતા.

પાલિકાના પ્રમુખે જણાવ્યું હતું કે, નાણાં ભીડમાં છેલ્લા બે વર્ષથી શહેરીજનોને ઉપલબ્ધ કરાવી શક્યા નથી. જોકે GUDC દ્વારા વર્ષે 30 લાખની ગ્રાન્ટ મળે તેવો ખ્યાલ આવ્યો કે તુરંત વહીવટી પ્રક્રિયા શરૂ કરી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code