ખેડબ્રહ્મા નગરપાલિકા મોબાઇલ ટાવર કંપનીઓ પાસે વેરા વસૂલાતમાં લાચાર ?

અટલ સમાચાર, સાબરકાંઠા ખેડબ્રહ્મા નગરપાલિકા હદવિસ્તારમાં આવેલા મોબાઈલ ટાવરોનો વેરો છેલ્લા કેટલાક સમયથી બાકી હોવાનું સામે આવ્યું છે. નગરજનોના વેરા વસુલાતમાં શૂરવિરતા બતાવતી પાલિકા મોબાઈલ ટાવર કંપનીઓ સામે વેરા વસૂલાતમાં લાચાર હોવાનું ચીત્ર બન્યું છે. નગરપાલિકા વિસ્તારમાં વિવિધ કંપનીઓના 9 ટાવરના 76.28 લાખનો ટેક્સ બાકી છે. જેમાં ટાટા કંપનીનો ટાવર વર્ષ 2017 માં ઉતારી લેવામાં
 
ખેડબ્રહ્મા નગરપાલિકા મોબાઇલ ટાવર કંપનીઓ પાસે વેરા વસૂલાતમાં લાચાર ?
અટલ સમાચાર, સાબરકાંઠા

 

ખેડબ્રહ્મા નગરપાલિકા હદવિસ્તારમાં આવેલા મોબાઈલ ટાવરોનો વેરો છેલ્લા કેટલાક સમયથી બાકી હોવાનું સામે આવ્યું છે. નગરજનોના વેરા વસુલાતમાં શૂરવિરતા બતાવતી પાલિકા મોબાઈલ ટાવર કંપનીઓ સામે વેરા વસૂલાતમાં લાચાર હોવાનું ચીત્ર બન્યું છે.  નગરપાલિકા વિસ્તારમાં વિવિધ કંપનીઓના 9  ટાવરના 76.28 લાખનો ટેક્સ બાકી છે.
જેમાં ટાટા કંપનીનો ટાવર  વર્ષ 2017 માં ઉતારી લેવામાં આવ્યો હતો. જોકે અગાઉનાે 10.77 લાખ ટેક્સ  બાકી છે. ખેડબ્રહ્યા નગર પાલિકામાં બી.એસ.એન.એલ.,  વોડાફોન, રીલાયન્સ મળી કુલ 9 ટાવર કાર્યરત છે.  ટેકસ વસૂલાતમાં પાલિકા દ્વારા કડક કાર્યવાહી ન થતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ખેડબ્રહ્માના મુકેશભાઇ ભૂરાલાલ મહેતાએ પાલિકામાં કરેલ રજૂઆત મુજબ દેવીનગર વિસ્તારમાં સર્વે ન.175, 176માં પ્લોટ નં.60માં  બિનખેતી મંજૂરી મેળવી ટાટા કપંનીને ટાવર ઊભો કરવા દીધાનો આક્ષેપ કર્યો છે. ટાવર આજુબાજુના રહીશો માટે નુકશાનકારક હોવાથી રહીશો ધ્વારા લડત આપવામાં આવી હતી. કેટલાક પ્લોટ ખુલ્લા હોવાથી ગંદકી થવાનાં કારણે આજુબાજુના રહીશો મુશ્કેલી વેઠી રહ્યા છે. આ બિન ખેતી પ્લોટમાં ગંદકી દૂર કરવા માંગ કરવામાં આવી છે.

મોબાઇલ ટાવર ટાવરની સખ્યા બાકી ટેક્સ

બી.એસ.એન.એલ  2          21.97 લાખ
વોડાફોન             1           9.57 લાખ
ઇન્ડસ               3           10.70 લાખ
રીલાયન્સ           3           25.55 લાખ
ટાટા                1           10.77 લાક