વાલરણ ગામ પાસેથી રૂ.31300 નો દારુ પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા તાલુકા નજીક રાજસ્થાનની બોર્ડર હોવાથી બુટલેગરોને જમાવટ આવી છે. આ સાથે સ્થાનિક આશીર્વાદને કારણે પણ વધુ બેફામ બન્યા છે. આ તરફ એસપીની કડક સુચનાને લીધે છેલ્લા કેટલાક દિવસોથી દારૂ ઝડપાઇ જવાનું પ્રમાણ વધી ગયું છે. ખેડબ્રહ્મા પોલીસે વાલરણ ગામ પાસેથી રૂ.26000ના દારૂ સાથે ઇસમને ઝડપી પાડ્યો હતો. જ્યારે આ બીટમાંથી વારંવાર
 
વાલરણ ગામ પાસેથી રૂ.31300 નો દારુ પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા તાલુકા નજીક રાજસ્થાનની બોર્ડર હોવાથી બુટલેગરોને જમાવટ આવી છે. આ સાથે સ્થાનિક આશીર્વાદને કારણે પણ વધુ બેફામ બન્યા છે. આ તરફ એસપીની કડક સુચનાને લીધે છેલ્લા કેટલાક દિવસોથી દારૂ ઝડપાઇ જવાનું પ્રમાણ વધી ગયું છે.

ખેડબ્રહ્મા પોલીસે વાલરણ ગામ પાસેથી રૂ.26000ના દારૂ સાથે ઇસમને ઝડપી પાડ્યો હતો. જ્યારે આ બીટમાંથી વારંવાર દારૂ પકડવામાં આવે ત્યારે સ્થાનિક બીટ જમાદારની ભુમીકા શંકાસ્પદ બની જાય છે. પેટ્રોલીંગ દરમિયાન ખેડબ્રહ્મા પોલીસના સુરેન્દ્રસિંહ, સંજયભાઈ તેમજ જેન્તીભાઇને બાતમી મળી હતી કે એક ઇસમ બાઈક ઉપર મોટા પ્રમાણમાં દારૂ લઇને મહાદ ગામ તરફથી આવે છે.એવી બાતમીના આધારે નાકાબંધી ગોઠવી હતી. તે દરમિયાન બાઈક ઉપર આવતો ઈસમ નાશી છુટયો હતો.  પોલીસે રૂ.5000ના બાઇક સહિત રૂ. 31300નો મુદામાલ પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.