ખેડબ્રહ્મા: ચોરીના મોટર સાયકલ સાથે આરોપીને ઝડપી પાડતી પોલીસ

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) પોલીસ અધીક્ષક ચૈતન્ય મંડલીકે કરેલ સૂચના મુજબ તથા ના.પો.અધિ ઇડરના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા બસ સ્ટેશન હાઇવે રોડ ઉપર પી.પી.વાઘેલા પો.સ.ઇ.ખેડબ્રહ્માં પો.સ્ટે., પોલીસ સ્ટાફના વિષ્ણુભાઇ અમરાજી એ.એસ.આઇ., અ.હે.કો.મગનભાઇ અમરાભાઇ, મહેન્દ્રભાઇ રામજીભાઇ, કેતનભાઇ આમીરભાઇ દીલીપભાઇ ચંદુભાઇ વગેરે પોલીસ સ્ટાફ તથા ટીઆરબી સ્ટાફ હેમાંગકુમાર યસવંતલાલ રાવલ વિગેરે મળી વાહન ચોરીઓ સંબંધે તેમજ વિદેશી દારૂની
 
ખેડબ્રહ્મા: ચોરીના મોટર સાયકલ સાથે આરોપીને ઝડપી પાડતી પોલીસ

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

પોલીસ અધીક્ષક ચૈતન્ય મંડલીકે કરેલ સૂચના મુજબ તથા ના.પો.અધિ ઇડરના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા બસ સ્ટેશન હાઇવે રોડ ઉપર પી.પી.વાઘેલા પો.સ.ઇ.ખેડબ્રહ્માં પો.સ્ટે., પોલીસ સ્ટાફના વિષ્ણુભાઇ અમરાજી એ.એસ.આઇ., અ.હે.કો.મગનભાઇ અમરાભાઇ, મહેન્દ્રભાઇ રામજીભાઇ, કેતનભાઇ આમીરભાઇ દીલીપભાઇ ચંદુભાઇ વગેરે પોલીસ સ્ટાફ તથા ટીઆરબી સ્ટાફ હેમાંગકુમાર યસવંતલાલ રાવલ વિગેરે મળી વાહન ચોરીઓ સંબંધે તેમજ વિદેશી દારૂની હેરાફેરી સબંધે બનતા ગુના અટકાવવા સારૂ વાહન ચેકીંગમાં હતાં.

આ દરમ્યાન આરોપી દીનેશકુમાર સાયબાભાઇ જાતે.પારઘી (આદી) રહે.ગુરા તા.કોટડા જી.ઉદેપુર (રાજસ્થાન) વાળાને ખેડબ્રહ્માં પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૨૬/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબના ગુન્હામાં ચોરીમા ગયેલ મુદ્દામાલનું હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ કાળા કલરનું નં.GJ-09-CT-8717 જેના ચેચીસ નંબર MBLHA10CGGHE73521 તથા એન્જીન નંબર HA10ERGHE70505 મુજબનું પોકેટ કોપ દ્વારા ઓનલાઇન સર્ચ કરી વાહન ચોરીના મુદ્દામાલના મોટરસાયકલ તથા મોબાઇલ નંગ-૧ તથા આરોપી સાથે પકડીપાડી રૂ.૪૦,૦૦૦ના મુદ્દામાલનું મો.સા રીક્વર કરી આગળની વધુ તપાસ અ.હે.કો.મગનભાઇ અમરાભાઇના કરી રહેલ છે.તેમજ ખેડબ્રહ્માં પોલીસ સ્ટેશનના તેમજ જિલ્લાના વણશોધાયેલા ગુનાઓ શોધવા માટેની સઘન પુછપરછ ચાલુમાં છે.