આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, મહેસાણા

બંને પોલીસ કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ સાબરકાંઠા જિલ્લા પોલીસ આલમમાં ખળભળાટ

હિંમતનગર સહકારી જીન હાઇવે પર ખાનગી ગાડીમાં બે યુવકો દારૂ પીધેલી હાલતમાં હોવાનું ધ્યાને આવ્યું હતું. બુધવારે બપોર દરમિયાન સ્થાનિકોએ બંને પોલીસ કર્મચારીઓ હોવાનું પકડી પાડતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ભારે ગરમાગરમી વચ્ચે હિંમતનગર એ ડિવિઝન પોલીસ દોડી આવી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના બંને કર્મચારી વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

હિંમતનગર હાઈવે પર બલેનો ગાડીમાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ભરત ગોવાભાઇ રબારી અને મહિપાલસિંહ જયેન્દ્રસિંહ ચંપાવત પસાર થઈ રહ્યા હતા. જ્યાં સહકારી જીન નજીક બંને કર્મચારી દારૂ પીધેલા હોવાનું સ્થાનિકોને ધ્યાને આવતા વાત વાયુવેગે પ્રસરી ગઇ હતી. પોલીસ કર્મચારી ખુદ દારૂ સાથે હોવાની વાતથી લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. અફડાતફડીના માહોલ વચ્ચે હિંમતનગર એ ડિવિઝન સ્ટાફ દોડી આવી આખરે બંને પોલીસ કર્મચારી વિરુદ્ધ 50 ગ્રામ દારૂ સાથેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code