ખેડબ્રહ્માઃ પંથકમાં બોગસ ર્ડાક્ટરોની પ્રેક્ટીસ, આરોગ્ય સામે નાણાંનો ખેલ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્મા તેમજ પોશીના તાલુકામાં બોગસ ડોકટરો અંતરિયાળ વિસ્તારના લોકોની તબીબી સેવાના નામે નાણાંનો ખેલ ખેલી રહ્યા છે. આ બાબતે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર મૌન સેવી બેઠી છે. બની બેઠેલા ર્ડાક્ટરો પંથકની પ્રજાના આરોગ્ય સાથે સરેઆમ ચેડાં કરી રહ્યા છે. ખેડબ્રહ્મા તાલુકામાંથી વિભાજન થયેલા પોશીના તાલુકામાં ઝોલાં છાપ ડોક્ટરોનો રાફડો ફાટ્યો
 
ખેડબ્રહ્માઃ પંથકમાં બોગસ ર્ડાક્ટરોની પ્રેક્ટીસ, આરોગ્ય સામે નાણાંનો ખેલ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા તેમજ પોશીના તાલુકામાં બોગસ ડોકટરો અંતરિયાળ વિસ્તારના લોકોની તબીબી સેવાના નામે નાણાંનો ખેલ ખેલી રહ્યા છે. આ બાબતે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર મૌન સેવી બેઠી છે. બની બેઠેલા ર્ડાક્ટરો પંથકની પ્રજાના આરોગ્ય સાથે સરેઆમ ચેડાં કરી રહ્યા છે.

ખેડબ્રહ્માઃ પંથકમાં બોગસ ર્ડાક્ટરોની પ્રેક્ટીસ, આરોગ્ય સામે નાણાંનો ખેલ

ખેડબ્રહ્મા તાલુકામાંથી વિભાજન થયેલા પોશીના તાલુકામાં ઝોલાં છાપ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. છેલ્લા કેટલા વર્ષોથી અહીંયા ડોક્ટરોની ડીગ્રી સામે સવાલો ખડા થયા છે. જ્યારે કોટડા, લાંબડીયા, ખેરોજ, પોશીનામાં બોગસ ડોક્ટરોનો જાણે રાફડો ફાટ્યો છે. સ્થાનિક મેડિકલ ઓફીસરો પણ આ બાબતે મૌન સેવી બેઠા છે. તાલુકા બ્લોક હેલ્થ ઓફીસરની નિષ્ફળતાના સ્થાનિકોમાં આક્ષેપો થઈ રહ્યા છે.

બન્ને તાલુકામાં આદિવાસી વિસ્તાર હોવાથી અંતરીયાળ ગામોમાં ચાલતી રોગચાળાની સીઝનમાં દર્દીઓ પાસેથી ઉગાડી લુંટ ચલાવાઈ રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ઉગાડ પગા ડોક્ટરોએ અંતરિયાળ વિસ્તારોમાં ઠેર-ઠેર અડ્ડા જમાવી બેઠા છે. લોકોને પોતે તબીબી ઉપાધી બતાવી ધખમ વકરો ચાલે છે.