ખેડબ્રહ્માઃ SBIના સર્વરની કનેક્ટીવીટી ખોરવાતા કામકાજ બંધ, બે દિ’થી ગ્રાહકો મુંઝાયા

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા (એસબીઆઈ)ની શાખામાં સર્વર ખોટકાઈ જવા પામ્યું છે. આવી પરિસ્થિતિમાં બેન્કના કામકાજ માટે આવતા ગ્રાહકોને કર્મચારીઓના દર્શન કરી પાછા ફરવા જેવી સ્થિતિ પેદા થઈ જવા પામી છે. દૈનિક લાખો રૂપિયાની આપ-લે કરતા ગ્રાહકો પરેશાની ભોગવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં એસબીઆઈ શાખાનું
 
ખેડબ્રહ્માઃ SBIના સર્વરની કનેક્ટીવીટી ખોરવાતા કામકાજ બંધ, બે દિ’થી ગ્રાહકો મુંઝાયા

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા (એસબીઆઈ)ની શાખામાં સર્વર ખોટકાઈ જવા પામ્યું છે. આવી પરિસ્થિતિમાં બેન્કના કામકાજ માટે આવતા ગ્રાહકોને કર્મચારીઓના દર્શન કરી પાછા ફરવા જેવી સ્થિતિ પેદા થઈ જવા પામી છે. દૈનિક લાખો રૂપિયાની આપ-લે કરતા ગ્રાહકો પરેશાની ભોગવી રહ્યા છે.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં એસબીઆઈ શાખાનું સર્વર છેલ્લા બે દિવસથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. સર્વરની સ્પીડ ક્યારેક આવી પણ જાય તો ધીમી પડી રહી છે. જેથી કામકાજ કરવામાં કર્મચારીઓને પણ ભારે તકલીફનો સામનો કરવો પડે છે. સર્વર ડાઉનની સ્થિતિથી ગ્રાહકો અને એસબીઆઈ કર્મચારીઓ વચ્ચે સામાન્ય ચકમક ઉભી થાય છે.

હવે હાલત એવી બની છે કે, ખેડબ્રહ્મા તાલુકામાં માત્ર બે શાખા આવેલ છે. અને શહેરમાં આવેલ શાખા બે દિવસથી રહેતા કામકાજ પણ ઠપ્પ બની ગયું છે. સામાન્ય વરસાદમાં જ સર્વર ખોટકાઈ જવાથી સીનીયર સીટીઝન ગ્રાહકોને વધુ હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે.